• નોનવેજ થાળી ખાતા લોકોને રાહત જોવા મળી
  • ગત મે મહિનામાં ડુંગળી, બટાકા, ટામેટાના ભાવમાં ઉછાળો આવ્યો
  • વેજથાળી નવ ટકા મોંઘી થયાનો રેટિંગ એજન્સી ક્રિસિલનો રિપોર્ટ


શાકાહારી ભોજન કરનાર લોકોને મોંઘવારીનો આંચકો લાગ્યો છે. શાકભાજીના ભાવમાં ઉછાળાને જોતા મે માસમાં વેજ થાળી મોંઘી થઈ છે. મે-2024માં વેજ થાળીનો ભાવ નવ ટકાના ઉછાળાની સાથે 27.8 રૂપિયા થઈ છે. જે મે-2023માં 25.5 રૂપિયા હતી. રેટિંગ એજન્સી ક્રિસિલે આ અંગેના નવી માહિતી જાહેર કરી છે.

 શાકાહારી થાળી મોંઘી પણ નોન વેજ થાળી સસ્તી

રેટિંગ એજન્સી ક્રિસિલ દર મહિનાની જેમ મે-2024 માટે પણ રોટલી, ચોખા રેટ ઈન્ડેક્સ રિપોર્ટ જાહેર કરે છે. રિપોર્ટ પ્રમાણે વેજ થાળી મે-2024માં નવ ટકા મોંઘી થઈ છે. જ્યારે નોન વેજ ભોજન કરનારને રાહત મળી છે. અને મે મહિનામાં નોન વેજ થાળી સાત ટકા સસ્તી થઈ છે. ક્રિસિલ રિપોર્ટ અનુસાર, ટામેટા. બટાકા અને ડુંગળીના ભાવમાં ઉછાળો થતા શાકાહારી ભોજનની થાળી મે-2024માં નવ ટકા મોંઘી થઈ. એપ્રિલ-2024મં વેજ થાળીનો ભાવ 27.1 રૂપિયા હતી. એટલે કે એપ્રિલની સરખામણીએ વેજ થાળી મોંઘી થઈ છે. શાકાહારી ભોજન ધરાવતી થાળીમાં રોટલી, શાક, ચોખા અને સલાડ આવે છે.

 ડુંગળી, બટાકા અને ટામેટાં મોંઘાં

ક્રિસિલે પોતાના રિપોર્ટમાં જણાવ્યું કે ગત વર્ષે લો-બેઝને લીધે મે માસમાં ટામેટાં 39 ટકા મોંઘા થયા હતા. તો બટાકાના ભાવમાં 41 ટકા અને ડુંગળીના ભાવમાં 43 ટકાનો ઉછાળો જોવા મળ્યો છે. જેથી શાકાહારી થાળી મોંઘી થઈ છે. રિપોર્ટ પ્રમાણે રવી પાકને અસર થતા ડુંગળીની આવક ઓછી થઈ છે. આ સિવાય પશ્ચિમ બંગાળમાં ડુંગળીના પાકને નુકસાન થતા ભાવ વધ્યા છે. આ સિવાય ચોખાના ભાવમાં 13 ટકા અને દાળ પણ આ દરમ્યાન 21 ટકા મોંઘી થઈ છે. જો કે આ સમયગાળામાં ખાદ્યતેલ સસ્તું થયું છે. જેનાથી વેજ થાળીના ભાવમાં વધુ ઉછાળો અટકી પડયો છે.

 માંસાહારી લોકોને મળી રાહત

ક્રિસિલના રિપોર્ટ અનુસાર, માંસાહારી થાળી મે-2024માં સસ્તી થઈ છે. આ દરમ્યાન નોન વેજના ભાવમાં ઘટાડો નોંધાયો છે. જેના લીધે નોનવેજ થાળી સાત ટકા સસ્તી થઈ છે. મે-2024માં નોનવેજ થાળીનો ભફાવ 55.9 રૂપિયા રહી જે ગત વર્ષે મે-2023માં 59.9 રૂપિયા હતી. નોનવેજમાં 16 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે. જેથી માંસાહારી થાળી સસ્તી થઈ છે. એપ્રિલ-2024મા નોનવેજ થાળીનો ભાવ 56.3 રૂપિયા હતો.

  • Follow us on: