- ભારતીય રિઝર્વ બેંકની મોનિટરી પોલિસી કમિટીની બેઠકમાં લોન અંગે નિર્ણય લેવાશે
- આગામી સમયમાં મોંઘવારી કાબૂમાં આવવાની આશા
- આરબીઆઈ ગવર્નર રેપો રેટ અંગેની જાણકારી આપશે
લોકસભા ચૂંટણી તો પૂર્ણ થઈ ગઈ હવે જો તમારા નામ પર કોઈ લોન ચાલી રહી હોય તો આ ખબર તમારા માટે છે. તમારા લોનના હપ્તા વધશે અથવા તેમાં રાહત મળશે આનો નિર્ણય આવતીકાલે સાત જૂને આવશે. ભારતીય રિઝર્વ બેંકની મોનિટરી પોલિસી કમિટીની ત્રણ દિવસની બેઠક પાંચ તારીખથી શરૂ થઈ ગઈ છે. જેનો નિર્ણય શુક્રવારે આવશે. સાત જૂને આરબીઆઈ ગવર્નર શક્તિકાંત દાસ રેપો રેટ પર નિર્ણયની જાણકારી આપશે. હાલ રેપો રેટ 6.50 ટકા છે. જ્યારે ગત રેપો રેટમાં કોઈ ફેરફાર નથી કરાયો.
નવા નાણાકીય વર્ષની બીજી બેઠક
નવા નાણાકીય વર્ષની આ બીજી MPC બેઠક છે. મજબૂત આર્થિક વૃદ્ધિ અને અનિશ્ચિત ફુગાવાના દૃષ્ટિકોણ વચ્ચે શુક્રવારે યોજાનારી નીતિ સમીક્ષામાં આરબીઆઈ તેના કડક નાણાકીય વલણને જાળવી રાખે તેવી અપેક્ષા છે. આ સમયે દેશમાં ચૂંટણીના પરિણામો આવી ગયા છે. દેશમાં ભાજપના નેતૃત્વમાં ગઠબંધન સરકાર બનવા જઈ રહી છે. આવી સ્થિતિમાં, મોટો પ્રશ્ન એ છે કે શું ગઠબંધન સરકારની રચના પહેલા હોમ લોનના હપ્તા ઓછી કરવામાં આવશે કે નહીં.
હાલ કેટલો છે રેપો રેટ
ગત મે મહિનામાં એક સર્વેમાં 72થી 71 અર્થશાસ્ત્રીઓએ આશા વ્યક્ત કરી હતી કે એમપીસી પાંચથી સાત જૂન સુધી પોતાની બેઠકમાં રેપો રેટમાં કોઈ ફેરફાર નહિ કરે. આને 6.50 ટકા પર યથાવત્ રાખશે. આ ઉપરાંત અર્થવ્યવસ્થામાં તેજીની વચ્ચે મનાઈ રહ્યું છે કે એમપીસી વ્યાજ દરમાં કાપથી બચવા કેન્દ્રીય બેંકે છેલ્લીવાર ફેબ્રુઆરી 2023થી રેપો રેટ વધારી 6.5 ટકાના ઉચ્ચ સ્તરે બનેલું છે.
મોંઘવારી કાબૂમાં આવવાની આશા
ઑક્ટોબરથી નાણાકીય વર્ષ-2024-25ના અંત સુધી ફુગાવમાં પાંચ ટકાથી નીચે રહેવાની આશા છે. સૂત્રો અનુસાર ભારતની અર્થવ્યવસ્થાએ પોતાનું મજબૂત પ્રદર્શન યથાવત્ રાખ્યું અને 2023-24માં 8.2 ટકાના અસરકારક વૃદ્ધિ દર મેળવશે. જે વર્ષ-2022-23માં સાત ટકા હતું.