- આજથી 33 વર્ષ અગાઉ ગીરવે મૂકેલું સોનું આરબીઆઈના સ્ટોકમાં સામેલ કરાશે
- આરબીઆઈ સોનાનો સ્ટોક મુંબઈના મિંટ રોડ પરની આરબીઆઈ ભવનમાં રાખે છે
- મોંઘવારી કાબૂ કરવા તેમજ વિદેશી હૂંડિયામણને લઈ સોનું સતત ખરીદવામાં આવે છે
ભારતીય રિઝર્વ બેંક એ બ્રિટનમાંથી 100 ટનથી વધુ સોનું પાછું લાવ્યું છે અને તેને તેના અનામતમાં બદલી કરી છે. મળતી માહિતી અનુસાર, આવતા મહિનામાં ફરી એટલો જ જથ્થો પીળી ધાતુ દેશમાં લાવવામાં આવી શકે છે. વર્ષ-1991માં ગીરવે મૂકેલું આ સોનું પ્રથમ વખત આરબીઆઈના સ્ટોકમાં સામેલ કરવામાં આવ્યું છે.
આરબીઆઈના અડધાથી વધુ સોનાના ભંડાર વિદેશમાં બેંક ઓફ ઈંગ્લેન્ડ અને બેંક ઓફ ઈન્ટરનેશનલ સેટલમેન્ટ્સ પાસે સુરક્ષિત રીતે રાખવામાં આવ્યા છે. આમાંથી લગભગ ત્રીજા ભાગને સ્થાનિક રીતે રાખવામાં આવે છે. બ્રિટનથી ભારતમાં સોનું લાવવાથી રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાને સ્ટોરેજ કોસ્ટ બચાવવામાં પણ મદદ મળશે, જે બેંક ઓફ ઈન્ડિયાને ચૂકવવામાં આવે છે.
આજથી 33 વર્ષ પહેલા સોનું ગીરવે મુક્યું હતું
આરબીઆઈ દ્વારા જાહેર વાર્ષિક આંકડાઓ પ્રમાણે 31 માર્ચ 2024 સુધી કેન્દ્ર સરકાર પાસે પોતાનું વિદેશી હૂંડિયામણના હિસ્સાના રૂપમાં 822.10 ટન સોનું હતું. જે ગત વર્ષે આ સમયગાળામાં 794.63 ટન કરતાં વધુ હતો. વર્ષ-1991માં ચંદ્રશેખર સરકારે બેલેન્સ ઓફ પેમેન્ટ કટોકટીનો સામનો કરવા માટે સોનું ગીરવે મુક્યું હતું. ચારથી 18 જુલાઈ 1991 વચ્ચે આરબીઆઈએ 400 મિલિયન ડોલર મેળવવા બેંક ઓફ ઈંગ્લેન્ડ અને બેંક ઓફ જાપાન પાસે 46.91 ટકન સોનું ગીરવે રાખ્યું હતું.
ભારતે સોનાની ખૂબ ખરીદી કરી છે
કેન્દ્રીય બેંકે આશરે 15 વર્ષ અગાઉ આંતરરાષ્ટ્રીય નાણાકોષથી 200 ટન સોનું ખરીદ્યું હતું. વર્ષ-2009માં યુપીએ સરકારના કાર્યકાળ દરમિયાન જ્યારે મનમોહનસિંહ વડાપ્રધાન હતા ત્યારે ભારતે પોતાની સંપત્તિઓમાં વિવિધતા લાવવા 6.7 અબજ ડોલર પ્રાઈસનું 200 ટન સોનું ખરીદી કર્યું હતું. ગત કેટલાક વર્ષોમાં રિઝર્વ બેંકે ખરીદેલા સોનાના સ્ટોકમાં સતત વધારો થઈ રહ્યો છે.
કેન્દ્રીય બેંક દ્વારા જથ્થામાં સોનું રાખવાના હેતુથી મુખ્ય રીતે મોંઘવારી દર અને વિદેશી હૂંડિયામણ રિસ્ક વિરુદ્ધ સુરક્ષાના સ્વરૂપમાં પોતાનું વિદેશી હૂંડિયામણ સંપત્તિના આધારે વિવિધતા લાવે છે. આરબીઆઈએ ડિસેમ્બર-2017થી નિયમિત રીતે બજારમાં સોનું જમા કરવાનું શરૂ કર્યું છે. દેશના કુલ વિદેશી મુદ્વા ભંડારમાં સોનાની ભાગીદારી ડિસેમ્બર-2023ના અંતમાં 7.75 ટકાથી વધીને એપ્રિલ 2024ના અંત સુધી આશરે 8.7 ટકા થઈ જશે.
આરબીઆઈ આટલું બધું સોનું ક્યા રાખે છે?
દેશની અંદર સોનું મુંબઈમાં આવેલા મિંટ રોડ પર આરબીઆઈ ભવન અને નાગપુરમાં આવેલી તિજોરિયોમાં રાખે છે. વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલના રિપોર્ટ પ્રમાણે વૈશ્વિક કેન્દ્રીય બેંકો પાસે અત્યાર સુધી ખનન કરેલ તમામ સોનાનો આશરે 17 ટકા હિસ્સો છે અને વર્ષ-2023ના અંત સુધી આ સોનાનો ભંડાર 36,699 મેટ્રિક ટનથી વધુ રહ્યું છે.