- ભારતીય રિઝર્વ બેંકે સરકારને 2.1 લાખ કરોડ રૂપિયાનું ડિવિડન્ડ આપવાની જાહેરાત કરી
- ચૂંટણી પછી જે પણ સરકાર બનશે તેના ખાતામાં નાણાં ક્રેડિટ થશેૉ
- આરબીઆઈની કમાણીથી દેશની ઈકોનોમી વધુ મજબૂત થઈ જશે
ભારતીય રિઝર્વ બેંક નાણાકીય વર્ષ-2023-24 માટે કેન્દ્ર સરકારને 2.1 લાખ કરોડ રૂપિયાનું ડિવિડન્ડ આપવા જઈ રહી છે. લોકસભા ચૂંટણી પછી દેશમાં નવી સરકાર આવતા આ ગિફ્ટ તેને મળી જશે. જુલાઈમાં જ્યારે બજેટ રજૂ થશે ત્યારે સરકારના ખાતામાં 2.1 લાખ કરોડ રકમ ક્રેડિટ થઈ જશે. આ રીતે જોવા જઈએ તો નવી સરકારના આવતા જ મજબૂતી મળશે. હવે આટલી તોતિંગ રકમ ઈકોનોમીને વધુ મજબૂત કઈ રીતે કરશે?
આરબીઆઈ સરકાર માટે જે ડિવિડન્ડ જાહેર કર્યું છે નાણાકીય વર્ષ-2022-23ના ડિવિડન્ડથી આશરે બેગણા છે. સરકારે પોતાના વચગાળાના બજેટમાં આરબીઆઈ અને અન્ય નાણાં સંસ્થાનોની આવકનું 1.2 લાખ કરોડ રૂપિયાનું જે અનુમાન રાખ્યું હતું તેનાથી બે ગણા છે. આવામાં એક રીતે જોવા જઈએ તો સરકારની આવક પહેલાં જ આ કેટેગરીમાં બે ગણી થઈ ચુકી છે.
તો પછી આરબીઆઈ આટલી કમાણી કઈ રીતે કરી
સવાલ એ છે કે આટલા વર્ષમાં શું થયું કે આરબીઆઈએ આટલી કમાણી કરી જેથી સરકારને આશરે ડબલ ડિવિડન્ડ આપ્યું. આની પાછળ ત્રણ મુખ્ય કારણ છે. નાણાકીય વર્ષ 2023-24માં આરબીઆઈની કમાણી ડૉલરના મજબૂત થવાને કારણે થઈ હતી. આરબીઆઈએ લગભગ 250 બિલિયન ડોલરના મૂલ્યના યુએસ સરકારી બોન્ડ ખરીદ્યા અને તેના પર મળતા વ્યાજમાંથી ઘણી કમાણી કરી.
આ સિવાય 2023-24માં લગભગ આખા વર્ષ માટે રેપો રેટ 6.5 ટકા રહ્યો. આનો ફાયદો આરબીઆઈને મળ્યો. દેશની વ્યાપારી બેંકોની મૂડીની જરૂરિયાતોને પહોંચી વળવા માટે, આરબીઆઈ ટૂંકા ગાળાની લોન આપે છે અને તેના પર જે વ્યાજ મળે છે તેને રેપો રેટ કહેવામાં આવે છે, જ્યારે 2022-23 દરમિયાન રેપો રેટમાં સતત ફેરફાર થતો હતો અને તે 4% છે 6.5% પર પહોંચી ગયો હતો. તેથી, સેન્ટ્રલ બેંકને 2023-24માં આમાંથી સ્થિર આવક મળી હતી, જ્યારે આ વર્ષે બેંકો સતત રોકડની તંગીનો સામનો કરી રહી હતી, જેના કારણે બેંકોએ RBI પાસેથી વધુ લોન લીધી હતી.
ત્રીજું, આરબીઆઈ ફોરેક્સ વેપારમાંથી કમાણી કરે છે, રૂપિયાના મૂલ્યને સંતુલિત કરવા માટે, આરબીઆઈ બજારમાં ડોલરનું વેચાણ કરે છે. આવી સ્થિતિમાં, તે તેની ખરીદી અને વેચાણના માર્જિનથી કમાણી કરે છે. પરંતુ RBIએ અહીં ખૂબ જ પ્લાનિંગ સાથે કામ કર્યું, ETના સમાચાર અનુસાર, જો માર્કેટમાં 5 બિલિયન ડૉલર છોડવાની જરૂર હતી, તો RBIએ ઊંચા દરે 25 બિલિયન ડૉલર બહાર પાડ્યા અને રેટ થોડો ઓછો થયો. , ફરીથી 20 અબજ ડોલર ખરીદ્યા. આ રીતે આરબીઆઈએ ડૉલર હાર્વેસ્ટિંગમાંથી કમાણી કરી.
આરબીઆઈનું ડિવિડન્ડ નવી સરકારને મસમોટી રકમ આપશે. આ તેનું બજેટ પ્લાનને ઉત્તમ બનાવવામાં કામ આવશે. માની લઈએ કે તે હાલની સરકાર જ ચૂંટણી પછી ફરીથી સરકાર આવે તે આ બે લાખ કરોડ રૂપિયાનું બજેટ તેના કેપિટલ એકપેંડિચરના કુલ બજેટના આશરે પાંચમો હિસ્સાના બરાબર થશે. આ દેશમાં ઈન્ફ્રાંસ્ટ્રકચરની મજબૂતી સાથે સિમેન્ટ, સળિયાની માંગ વધારવામાં મદદરૂપ બનશે.
હવે જો આને બીજી દ્રષ્ટિથી જુઓ તો આ ચૂંટણી પછી સત્તા પરિવર્તન થાય છે ત્યારે સીએમ વિપક્ષ કોંગ્રેસ અને તેના સહયોગી પક્ષોની સરકાર બનશે. આવામાં મહાલક્ષ્મી યોજના, ખેડૂતોની લોન માફી, વિદ્યાર્થીઓના એજ્યુકેશન લોન માફી અને 30 લાખ સરકારી નોકરી માટે સરકારને ભારે ભરખમ બજેટની જરૂર પડશે.
તો એવું આપણે માની લઈએ કે સરકાર છ લાખ રૂપિયાના એવરેજ પેકેજ પર જ 30 લાખ લોકોને નોકરી આપશે ત્યારે તેની માટે સારા બજેટ આ 2.1 લાખ કરોડ રૂપિયાથી મળી જશે. આનાથી પણ દેશની અંદર મોટાપાયે કંઝમ્યુમર ગુડ્સની ડિમાંડ વધશે.