• નિયમ અનુસાર ફોર્મ-16 ફરજિયાત ડોક્યુમેન્ટ નથી
  • આવકવેરા વિભાગની સાઈટ પરથી મેળવો ખાસ ડોક્યુમેન્ટ્સ
  • જાતે જ કરી લો કરપાત્ર ટેક્સની રકમ

જો તમે નાણાકીય વર્ષ 2023-24 માટે ITR ફાઇલ કરવા માંગો છો તો તમારી પાસે માત્ર 15 દિવસ બાકી છે. તેની છેલ્લી તારીખ 31મી જુલાઈ છે. જો તમારી ઓફિસમાંથી હજુ સુધી ફોર્મ-16 પ્રાપ્ત થયું નથી તો તમે આ પદ્ધતિની મદદથી ફોર્મ-16 નો ઉપયોગ કર્યા વિના સરળતાથી તમારું આવકવેરા રિટર્ન ફાઇલ કરી શકશો. તો જાણો સિમ્પલ સ્ટેપ્સની પ્રોસેસ અને ફટાફટ કરો આઈટી રિટર્ન ફાઈલ.

ફોર્મ-16 વિના ITR ફાઇલ કરી શકશો

તમે ઈન્કમ ટેક્સ રિટર્ન (ITR) ફોર્મ-16 વગર પણ ફાઈલ કરી શકાય છે. આવકવેરા કાયદા અનુસાર આ ફરજિયાત દસ્તાવેજ નથી. જો તમારી પાસે ફોર્મ-16 નથી, તો પણ તમે તમારું ITR ભરી શકો છો. જો તમારા એમ્પ્લોયર ફોર્મ-16 જારી કરતા નથી, તો પણ તમે આવકવેરા વિભાગની સાઇટ પરથી ફોર્મ-26AS, AIS અથવા TIS પ્રમાણપત્ર મેળવીને તમારા ટેક્સની ગણતરી કરી શકો છો.

ફોર્મ-16 વિના ITR કેવી રીતે ભરવું?

  • ફોર્મ-16 વિના તમારું ITR ફાઇલ કરવા માંગો છો, તો તમારે તમારી સાથે કેટલાક દસ્તાવેજોની જરૂર પડશે.
  • તમારે તમારી સેલેરી સ્લિપ, બેંક સ્ટેટમેન્ટ, બેંકનું TDS પ્રમાણપત્ર, મકાન ભાડાનો પુરાવો અને LTA, રોકાણનો પુરાવો અને ફોર્મ-26AS અથવા AIS અથવા TISની જરૂર છે.
  • તમારે કરપાત્ર આવકની ગણતરી કરવી પડશે. તમે મેન્યુઅલી અથવા ઘણા ઓનલાઈન ટૂલ્સની મદદથી તેની ગણતરી કરો છો.
  • આવકવેરા સાઇટ પરથી ફોર્મ-26AS અથવા AIS ડાઉનલોડ કરીને તમારા TDSની વિગતો મળશે. જો તે કાપવામાં આવે છે તો તમે તેને ગણી શકો છો.
  • તમે 80C, 80D અને અન્ય રોકાણોની ગણતરી કરી શકો છો અને તમારી કરપાત્ર આવક પર પહોંચવા માટે તેમને કુલ આવકમાંથી બાદ કરી શકો છો.
  • જો તમે અન્ય કોઈ સ્ત્રોતમાંથી આવક મેળવી હોય, તો તમે તેની પણ ગણતરી કરી શકો છો.
  • એકવાર કરપાત્ર આવકની ગણતરી થઈ જાય પછી તમે સામાન્ય ITRની જેમ તમારું આવકવેરા રિટર્ન ફાઇલ કરી શકો છો.

  • Follow us on: