દેશમાં કરવા ચોથનો તહેવાર 20 ઑક્ટોબરે ઉજવવામાં આવશે. વિવાહિત મહિલાઓ માટે સૌથી વિશેષ તહેવારોમાંનો એક છે. કરવા ચોથના આ પ્રસંગે દેશની રાજધાની દિલ્હી અને દેશના બજારોમાં આશરે 22 હજાર કરોડ રૂપિયાનો વેપાર થવાની આશા છે. ગત વર્ષના આ આંકડા આશરે 15 હજાર કરોડ રૂપિયાથી વધુનો હતો. પીએમ મોદીના વોકલ ફોર લોકલ અભિયાન હેઠળ કરવા ચોથ પર લોકો દેશમાં તૈયાર કરેલો સામાન ખરીદવા પર ભાર મૂકી રહ્યા છે. ગત દિવસથી દેશના બજારોમાં આ પર્વને લઈ ધૂમ ખરીદી થઈ રહી છે. કપડા, જ્વેલરી, શ્રૃંગાર, કૉસ્મેટિક્સનો સામાન, ગીફ્ટ આઈટમ, પૂજાની સામગ્રીની ભારે ખરીદી કરવામાં આવી રહી છે. 



વેપારનો જૂનો રેકોર્ડ તૂટી જશે

દેશની રાજધાની દિલ્હી સહિત દેશના બજારોમાં કરવા ચોથને લઈ ભારે ભીડ જોવા મળી રહી છે. આ તહેવાર માટે મહિલા-પુરુષ ધૂમ ખરીદી કરી રહ્યા છે. આ વર્ષે બજારમાં ગત વર્ષની સરખામણીમાં રોનક વધી દેખાઈ રહી છે. મળતી માહિતી અનુસાર, કરવા ચોથના તહેવાર પર દેશમાં આશરે 22 હજાર કરોડ રૂપિયાનો કારોબાર થશે. માત્ર દિલ્હીની જ વાત કરીએ તો અહીં આશરે ચાર હજાર કરોડ રૂપિયાનું વેચાણ થવાનું છે. જો આવું થયું તો આ વખતે વેચાણના જૂના બધા રેકોર્ડ તૂટી જશે.

 મહેંદી એક મોટો ધંધો છે

મળતી માહિતી અનુસાર, કરવા ચોથના તહેવાર પર મહેંદી લગાવવી ખૂબ જ શુભ માનવામાં આવે છે અને તેથી દેશભરમાં મહેંદીનો મોટો બિઝનેસ છે. મહેંદી લગાવતા લોકો બજારો, મંદિરો અને અન્ય જાહેર સ્થળોએ બેસે છે અને ત્યાં મહિલાઓની લાઈન લાગે છે જેઓ તેમના દ્વારા મહેંદી લગાવવા માંગે છે. દિલ્હીના કનોટ પ્લેસ સ્થિત હનુમાન મંદિર એક એવી જગ્યા છે જ્યાં હજારો મહિલાઓ હાથ પર મહેંદી લગાવે છે, જ્યારે વિવિધ બજારોમાં પણ ખાલી જગ્યાઓ પર મહેંદી લગાવનારા કારીગરો પોતાની રોજી-રોટી કમાય છે. આટલું જ નહીં, હવે બ્યુટી પાર્લરોમાં કરવા ચોથના અવસરે મહેંદી લગાવવા માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે, જ્યારે મહેંદી લગાવનાર મોટી સંખ્યામાં લોકોને ઘરે બોલાવવામાં આવે છે, જેમાં માત્ર મહિલાઓ જ નહીં પરંતુ પુરૂષો પણ સામેલ છે.


  • Follow us on: