- નાણાપ્રધાન, અધિકારીઓ, કર્મચારીઓ આમાં હોંશે હોંશે ભાગ લેતા હોય છે
- હલવા સૅરેમનીની ઉજવણી બાદ બજેટ પ્રેસમાં છપાવા મોકલાય છે
- નાણાપ્રધાન જાતે સૌને હલવો પિરસતા હોય છે
દેશનું મહત્ત્વનું બજેટ રજૂ થવામાં આડે હવે ગણતરીના દિવસો બાકી છે. આગામી પહેલી ફેબ્રુઆરી 2024ના રોજ સંસદમાં નાણાપ્રધાન નિર્મલા સીતારમણ બજેટ રજૂ કરશે. સવારે 11 વાગ્યે નાણા વિભાગ 2024-25 માટે વચગાળાનું બજેટ રજૂ કરશે. વચગાળાના બજેટને વોટ ઓન એકાઉન્ટ પણ કહેવામાં આવે છે. જો કે આ વખતે નાણાપ્રધાન નિર્મલા સીતારમણે પહેલાથી ચોખવટ કરી નાખી છે કે આ બજેટમાં કોઈ મોટી જાહેરાત નહીં કરવામાં આવે. બજેટ રજૂ થાય તે પહેલા બજેટ સાથે સંકળાયેલી કેટલીક પરંપરા અંગે જણાવીએ. હલવા સૅરેમનીને બજેટ રજૂ કરવાની પહેલા આનું આયોજન થતું હોય છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્ત્વની સરકારના બીજા કાર્યકાળનું છેલ્લું બજેટ છે. જઆ માટે લકોને આનાથી વધુ આશા બાંધી બેઠા છે. દર વર્ષે સંસદમાં બજેટ રજૂ થાય તે પહેલા નાણામંત્રી અને અન્ય કર્મચારીઓ આ હલવા સૅરેમની સેલિબ્રેટ કરકાં હોય છે.
આઝાદી પછી પરંપરા યથાવત્ રહી
હલવા સૅરેમનીની આ પરંપરા આઝાદી પછી ચાલી આવે છે. હલવા સૅરેમનીનું આયોજન હંમેશા બજેટ રજૂ કરવાની તૈયારી પૂર્ણ થયા પછી કરવામાં આવે છે. આમાં નાણાપ્રધાનની સાથે નાણા મંત્રાલયના તમામ મોટા અધિકારી અને કર્મચારી પણ હાજર રહે છે.
અત્યંત ગોપનીય બજેટ ડોક્યુમેન્ટની કોઈપણ જાણકારી લીક ન થઈ શકે, આને લઈ હલવા સૅરેમની પછી આના સાથે સંકળાયેલા કર્મચારી અને અધિકારી નાણા મંત્રાલય પરિસરમાં જ એ સમય સુધી રહે છે, જ્યાં સુધી નાણાપ્રધાન સંસદમાં બજેટ રજૂ ન કરી દે. બજેટ પહેલા આ હલવા સૅરેમનીની આમ જ ઉજવણી નથી કરવામાં આવી. પરંતુ આની સાથે સંકળાયેલી એક માન્યતા પણ છે.
હલવા સૅરેમની યોજવા પાછળનું કારણ શું ?
બજેટ સાથે સંકળાયેલા તમામ કામ પૂર્ણ થયા પછી નાણા મંત્રાલયના 10 નોર્થ બ્લોક પરિસરમાં જ હલવો તૈયાર કરે છે. બાદમાં નાણાપ્રધાન જાતે જ તમામ કર્મચારીઓ, પ્રિન્ટિંગ સાથે સંકળાયેલા અને નાણા વિભાગના અધિકારીઓને આ હલવો વહેંચતા હોય છે. હલવા સૅરેમની પાછળની માન્યતા એવી રહી છે કે દરેક શુભ કામ કરવાની પહેલા થોડું મીઠું ખાવું જોઈએ. જેથી બજેટ જેવી મોટી ઈવેન્ટ પહેલા આ સૅરેમનીનું આયોજન કરવામાં આવે છે.