• લોકસભા ચૂંટણી હોવાથી સરકાર કોઈ કચાશ રાખવા નથી માગતી
  • મહિલા ખેડૂતોને મળશે મહત્ત્વના લાભ
  • સરકાર બજેટમાં મહિલાઓ માટે ફાળવશે અલગ ફંડ! 


દેશમાં આ વર્ષે લોકસભાની ચૂંટણી યોજાવાની છે. આની પહેલા મહિલા ખેડૂતોને મોટી ખબર મળી શકે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી મહિલા ખેડૂતોને વાર્ષિક મળનારી સમ્માન નિધિ ડબલ કરશે. જો એવું થયું તો મહિલા ખેડૂતોને દર વર્ષે 12 હજાર રૂપિયા કેન્દ્ર સરકાર તરફથી મળશે. જો કે હાલ પૂરતુ તો સમ્માન નિધિના રૂપમાં દેશના ખેડૂતોને વાર્ષિક છ હજારની રકમ અપાય છે.

જલ્દી સસ્માનનિધિ ડબલ કરવાની જાહેરાત થશે
મળતી માહિતી પ્રમાણે કેન્દ્ર સરકાર જલ્દી જ સમ્માન નિધિ બેગણી કરવાની જાહેરાત કરી શકે છે. આનાથી જનરલ ચૂંટણીમાં મહિલા મતદાતાઓનો મોટો ટેકે મળી શકે છે. એક રિપોર્ટ પ્રમાણે ફેબ્રુઆરીમાં રજૂ થતા વચગાળાના બજેટમાં આ અંગેની જાહેરાત થવાની છે. આ નિર્ણયથી સરકાર પર આશરે 12 હજાર કરોડ રૂપિયાનો વધારાનું વજન પડી શકે છે. વર્ષ-2019માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જનરલ ચૂંટણી પહેલા કિસાન સમ્માન નિધિ આપવાની જાહેરાત કરી હતી. કેન્દ્ર સરકાર અનુસાર, આ યોજનાથી હાલ દેશના 11 કરોડ ખેડૂતોને ફાયદો મળી રહ્યો છે. હવે અત્યાર સુધી આ યોજનાથી નવેમ્બર સુધી 15 હપ્તામાં 2.81 લાખ કરોડ રૂપિયા વહેંચાઈ ચૂક્યા છે.

મહિલાઓની શક્તિમાં થશે વધારો
ઈકોનોમી સૂત્રો અનુસાર, કિસાન સમ્માન નિધિમાં વધારો કરવાથી મહિલાઓનો ખૂબ મોટો સપોર્ટ મળશે. આનાથી તેઓની આર્થિક શક્તિમાં પણ વધારો નોંધાશે. રિપોર્ટ પ્રમાણે કોઈ સરકારી યોજનામાં કેશ સપોર્ટ બે ગણો કરી મહિલાઓને આપવાનું કોઈ ઉદાહરણ પહેલા નહોતા દેખાતા. આનાથી ગ્રામીણ ક્ષેત્રોમાં મહિલાઓની સ્થિતિ વધુ મજબૂત થશે. જો કે આ મુદ્દે કૃષિ મંત્રાલયે આ અંગે કંઈ કહેવાનો ઈનકાર કરી દીધો છે.
13 ટકા મહિલાઓ જ જમીન માલિક
દેશમાં હાલ 26 કરોડ ખેડૂત છે. પોતાના પરિવારને લીધે તેઓ એક મોટી વોટ બેંક છે. સરકારી આંકડાઓ અનુસાર દેશની 142 કરોડની વસ્તીમાં મહિલાઓની સંખ્યા આશરે 60 ટકા છે. પરંતુ 13 ટકા જ જમીન માલિક છે. આના લીધે સમ્માન નિધિ બેગણી કરવા છતાં સરકાર પર કોઈ ખાસ ફેર નહીં પડે.

  • Follow us on: