- ભારતમાં મૂડી માર્કેટ રોકાણકારો માટે નાણાં પેદા કરનારું છે
- શેરબજારે લોકોની જીવનશૈલીમાં પરિવર્તન લાવ્યું છે
- દેશમાં પાંચ કરોડથી વધુ પરિવાર શેરબજાર સાથે સંકળાયેલા
દેશમાં એક તૃતીયાંશ સંપત્તિ શેરબજારમાંથી પેદા થઈ રહી છે. દેશને આગળ વધારવામાં શેરબજાર ખૂબ જ મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યું છે. જો કે હાલ દેશમાં આશરે 8.5 કરોડ રોકાણકાર છે. જેમાં બે કરોડથી વધુ મહિલાઓ છે. તો વળી પાંચ કરોડથી વધુ પરિવાર સીધા શેરબજારના માધ્યમથી રોકાણ કરે છે. એનએસઈના સૂત્રોના જણાવ્યા પ્રમાણે દેશમાં દર ત્રણમાંથી એક સંપત્તિ શેરબજારમાંથી આવી રહી છે. ભારતમાં ઈકોનોમી 50 વર્ષમાં 100 ટ્રિલિયન ડોલર સુધી પહોંચી શકે છે.
દેશની વસ્તી મોટી શક્તિ
મળતી માહિતી પ્રમાણે જો દુનિયામાં 250 ટ્રિલિયન ડોલરની વધુ સંપત્તિ થઈ રહી છે તેનો આશરે 30 ટકા હિસ્સો ભારતનો હશે. ભારત દુનિયાની કુલ વસ્તીના આશરે 18 ટકા યુવા વસ્તી 20-22 ટકા છે.
રોકાણકારોના પૈસા વધારતું સ્ટોક માર્કેટ
ભારતમાં મૂડી માર્કેટ રોકાણકારો માટે નાણાં પેદા કરનારું છે. લોકોને ભરોસો શેરબજાર પર મજબૂત થયો છે. જેથી દેશમાં રોકાણકારોની સંખ્યા 8.5 કરોડ થવા પામી છે. આ ઉપરાંત બે કરોડ કરતાં વધુ મહિલા શેરબજારમાં મૂડી રોકાણ કરે છે. દેશના પાંચ કરોડથી વધુ પરિવાર શેરબજારને માધ્યમથી રોકાણ કરી રહ્યા છે. આ આંકડા ભારતના કુલ પરિવારની આશરે 17 ટકા છે.
જીવનશૈલી બદલાઈ
છેલ્લા 10 વર્ષમાં શેરબજારે લોકોની જીવનશૈલીમાં પરિવર્તન લાવ્યું છે. તેઓને બિટકોઈન પર નિશાન સાધતા કહ્યું કે આનો હેતુ આગામી મૂર્ખની શોધ કરવાની છે. જ્યારે શેરબજાર કોઈ કંપનીના લાભમાં પોતાનો હિસ્સો અપાવે છે.