• નોકરિયાત માટે આ પ્લાન ખૂબ મહત્ત્વનો
  • જરાપણ ચિંતા વગર રોકાણ કરવાથી રિર્ટન આપોઆપ મળી જશે
  • માર્કેટ જોખમ, ઠગાઈ કે એવી કોઈપણ ચિંતા જ નહીં

જો તમે નોકરી કરતા હોવ અને નિવૃત્તિ પછી ખર્ચાને લઈ ચિંતિત છો તો એનપએસમાં રોકાણ કરી શકો છે. કેટલાક લોકો શેરબજારમાં મ્યુચ્યુઅલ ફંડથી સીધું રોકાણ કરી સારું રિટર્ન કમાતા હોય છે. શેરબજાર અત્યારના સમયમાં નવા રેકોર્ડ પણ સર્જી રહ્યો છે. જાણકારો અનુસાર આગામી સમયમાં આમાં તેજી યથાવત્ રહેશે. પરંતુ શેરબજારમાં સીધા રોકાણ માટે તૈયાર નહીં થતા. જો તમે પણ રોકાણને લઈ મૂંઝવણમાં છો તો એનપીએસમાં રોકાણ કરવાનો તમારો નિર્ણય યોગ્ય હોઈ શકે છે. આમાં રોકાણથી તમને ડબલ ફાયદો છે. પ્રથમ તો એ કે તમને જોરદાર રિર્ટન મળશે અને બીજું નિવૃત્તિ પછી પેન્શનની સુવિધા મળતી રહેશે.

 નેશનલ પેંશન સિસ્ટમ ભારત સરકાર તરફથી શરૂ કરાયેલી પેન્શન સ્કીમ છે. આ સ્કીમને રિટાર્ટમેન્ટ પછી નિયમિત આવક માટે શરૂ કરવામાં આવી છે. પહેલી જાન્યુઆરી 2004થી સરકારી કર્મચારીઓ માટે શરૂ કરાઈ હતી. પરંતુ પછીથી આને વર્ષ-2009માં તમામ દેશવાસીઓ માટે નિવૃત્તનો ફાયદો આપવાના હેતુથી શરૂ કરવામાં આવી છે. આનો હેતુ પેન્શન સુધારને પ્રોત્સાહન આપવાનું અને દેશવાસીઓમાં નિવૃત્તિ માટે બચતની આદતને વધારવાનો છે. 18થી 70 વર્ષની વચ્ચેની ઉંમર ધરાવતા પગારદાર વર્ગ અથવા બિન પગારદાર આમાં રોકાણ કરી શકે છે.

ફાયદા

એનપીએસમાં રોકાણથી તમે નિવૃત્તિ પછી નિયમિત આવક મેળવી શકો છો. આ ઉપરાંત આમાં રોકાણ કરવાથી તમને ટેક્સ બેનિફિટ પણ મળતો રહે છે. આ ફાયદો રોકાણ અને ઉપાડ બંને પર લાગુ પડે છે. એનપીએસ ખાતાને તમે એકબીજાથી એપ્લોયર અને પેંશન ફંડમાં ટ્રાંસફર કરાવી શકો છો. આટલું જ નહીં રોકણ કરનાર વ્યકિત પોતાના પેન્શન એકાઉન્ટમાં રોકણ પોતાની મરજીથી સેટ કરી શકે છે. એનપીએસમાં રોકાણના ત્રણ વિકલ્પ હોય છે.

 સરકારી બોન્ડ

સરકારી બોંડ સરકાર તરફથી ઈશ્યુ કરવામાં આવે છે. આના વ્યાજદર સામાન્ય રીતે ઈક્વિટીની સરખામણીએ ઓછો હોય છે. પરંતુ આમાં ઈક્વિટીની તુલનાએ જોખમ ખૂબ જ ઓછું હોય છે. જો તમે રિસ્ક ફ્રી રોકાણ કરવા માગતા હોવ તો સરકારી બોન્ડમાં હિસ્સેદાર બની શકો છો.

 કોર્પોરેટ બોન્ડ

આ બોન્ડ ખાનગી કંપનીઓ તરફથી ઈશ્યુ કરવામાં આવતા બોન્ડ હોય છે. આના વ્યાજ દર સરકારી બોન્ડની સરખામણીએ વધુ હોય છે. પરંતુ આમાં ઈક્વિટીની સરખામણીએ વધુ રિસ્ક હોય છે.

એનપીએસ ખાતું કઈ રીતે ખોલાય

એનપીએસ એકાઉન્ટ પ્વાઈન્ટ ઑફ પ્રેઝન્સ સંસ્થાઓની સાથે ખોલી શકાય છે. કેટલીક ખાનગી અને જાહેર સેક્ટરની બેંકની સાથે નાણાં સંસ્થામાં પીઓપીના રૂપે રજિસ્ટર્ડ છે. તમે પેંશન ફંડ ડિરેકટોરેટ (PFRDA)ની વેબસાઈટથી પીઓપી સુધી પહોંચી શકો છો. તમે એનપીએસ ખાતું ઓનલાઈન ખોલાવી શકો છો.


  • Follow us on: