રેલ્વે મુસાફરો માટે સારા સમાચાર
આ રીતે તત્કાલ ટ્રેન ટિકિટ બુક કરાવો
છેલ્લી ક્ષણે ટિકિટ બુક કરાવવા માટે ફોલો કરો આ સ્ટેપ
રેલ્વે મુસાફરો માટે ખૂબ જ મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. અચાનક ક્યાંક જવું પડે તો ટ્રેનમાં સીટ નથી. જો તમારી ટ્રેન ટિકિટ કન્ફર્મ નથી, તો તમને એક એવી રીત જણાવવા જઈ રહ્યા છીએ જેના દ્વારા તમે છેલ્લી ક્ષણે પણ ઘરે બેઠા સરળતાથી ટ્રેનની ટિકિટ બુક કરી શકો છો. જો તમે IRCTC પર તત્કાલ ટ્રેન ટિકિટ બુક કરવાનો પ્રયાસ કરી રહ્યાં છો. અહીં તમને એક સરળ રીત જણાવી રહ્યા છીએ.
છેલ્લી મિનિટે ટ્રેનની ટિકિટ કેવી રીતે બુક કરવી
IRCTC પર છેલ્લી મિનિટે ટિકિટ બુક કરવા માટે, તમારે IRCTC પર એકાઉન્ટ બનાવવું પડશે. આ માટે તમારે રજીસ્ટ્રેશન કરાવવું પડશે. પછી https://www.irctc.co.in વેબસાઈટ અથવા IRCTC એપ પર લોગ ઈન કરો. એકાઉન્ટ બનાવ્યા પછી તમારે માય પ્રોફાઈલ સેક્શનમાં જઈને માસ્ટર લિસ્ટ બનાવવું પડશે. અહીં તમારે Add/modify Master List પર ક્લિક કરવાનું રહેશે. ત્યારપછી તમને નોર્મલ, દિવ્યાંગ, પત્રકારના વિકલ્પો જોવા મળશે. આમાંથી કોઈ એક વિકલ્પ પસંદ કરવો પડશે. આમાં તમારે પેસેન્જરનું નામ, ઉંમર, જેન્ડર, બર્થ પ્રેફરેન્સ, ફૂડ પ્રેફરેન્સ, સીનિયર સિટીઝન, આઈડી કાર્ડનો ટાઈપ અને આઈડી કાર્ડ નંબર એડ કરવાનો રહેશે. ત્યારબાદ તમારે માસ્ટર લિસ્ટમાં પેસેન્જરની વિગતો એડ કરવાની રહેશે.
https://www.instagram.com/reel/C9FNQ15tc3-/?igsh=ZWRndTdsY3o4amYw
પેસેન્જર ડિટેલ્સ ભર્યા પછી, તમને માય સેવ્ડ પેસેન્જર લિસ્ટનો વિકલ્પ મળશે. પછી તેના પર ક્લિક કરો અને પછી પેસેન્જર લિસ્ટમાંથી તમે જેને તમે સિલેક્ટ કરવા માંગો છો તેને સિલેક્ટ કરો. એકસાથે તમામ પેસેન્જરને એડ કરવામાં આવશે. તેનાથી તમારો સમય બગડશે નહીં અને તત્કાલ ટિકિટ તરત જ બુક થઈ જશે.













