• રેલવે મુસાફરી માટે IRCTC દ્વારા ટિકિટનું બુકિંગ
  • શું અન્ય સરનેમની ટિકિટ બુક કરો તો સજા થાય ?
  • IRCTCએ સોશિયલ મીડિયા પર કરી સ્પષ્ટતા

રેલવેમાં મુસાફરી કરવા માટે આપણે IRCTCની વેબસાઇટ દ્વારા ટ્રેનની ટિકિટ બુક કરાવીએ છીએ. આ વેબસાઇટના માધ્યમથી આપણે સરળતાથી ટિકિટ બુકિંગ કરીને આપણો પ્રવાસ સરળ બનાવીએ છીએ પરંતુ એક અફવા ફેલાઇ છે કે જો તમે IRCTCની આઇડીથી કોઇ બીજી સરનેમની ટિકિટ બુક કરાવો છો તો જેલ થાય છે. ત્યારે આવો જાણીએ આ અફવા કેટલી સાચી છે અને નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ શું થાય છે સજા.

સોશિયલ મીડિયામાં વહેતી થઇ હતી અટકળો

IRCTCની આઇડીથી તમે અન્ય વ્યક્તિની ટિકિટ બુક કરાવો તો જેલમાં જવુ પડશે. વળી એવી પણ વાત સોશિયલ મીડિયામાં વહેતી થઇ હતી કે અલગ અટક ધરાવતા વ્યક્તિ માટે તેના ટિકિટ બુકિંગ એકાઉન્ટમાંથી ટિકિટ બુક કરી શકાશે નહીં. જો કે આ સમાચાર વાયરલ થયા પછી IRCTCએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પોસ્ટ કરતા કહ્યું કે આ સંપૂર્ણ રીતે ખોટુ અને ભ્રામક છે. યુઝર પોતાના મિત્રો અને સબંધીઓ માટે ટિકિટ બુક કરી શકે છે.

ટિકિટ બુક કરી શકો વેચી નહી

IRCTC અને રેલવેના નિયમો હેઠળ જો તમે તમારા IRCTC આઈડીથી ટિકિટ બુક કરાવીને વેચતા ઝડપાયા કે પછી આ સુવિધાથી તમે કોઇ આર્થિક લાભ લાભ લેતા જોવા મળ્યા તો

 તેની સામે રેલવે એક્ટ 1989ની કલમ 143 હેઠળ કડક કાર્યવાહી કરવામાં આવે છે. મતલબ કે યુઝર નફો કમાવવા માટે તેના પર્સનલ આઈડી વડે ટિકિટનું વેચાણ કરી શકતા નથી.

કેટલી ટિકિટ કરી શકાય છે બુક ?

રેલ્વે નિયમો હેઠળ IRCTC વપરાશકર્તા તેના ID નો ઉપયોગ કરીને મહિનામાં ફક્ત છ ટિકિટ બુક કરી શકે છે, પરંતુ જો તે IRCTC પર તેનું આધાર વેરિફિકેશન કરાવે છે, તો તે એક મહિનામાં 12 ટિકિટ બુક કરી શકે. આ સિવાય જો કોઈ આઈઆરસીટીસી એપ અથવા વેબસાઈટ પર પર્સનલ આઈડીનો ઉપયોગ કરીને બિઝનેસ કરતા જોવા મળશે તો તે સજાને પાત્ર બને છે.


  • Follow us on: