• સપ્ટેમ્બરમાં કરી શકશો ટ્રાવેલિંગ
  • રહેવા-ખાવા-પીવા સહિતની સુવિધાઓ બજેટમાં સામેલ
  • પેકેજની કિંમત જાણીને કરાવી લો ફટાફટ બુકિંગ

ભૂટાનની સુંદરતાને જો તમે અત્યાર સુધી ફોટોઝમાં જોઈ છે તો તમને IRCTC ચાન્સ આપી રહ્યું છે કે તમે તેને અનુભવી શકો. આ જગ્યાને નજીકથી જોવાનો ચાન્સ તમે સપ્ટેમ્બરમાં મેળવી શકો છો. જો તમે અહીં ફરવા ઈચ્છો છો તો તમે ફ્લાઈટની ટિકિટથી લઈને રહેવા ખાવા પીવા અને ટ્રાવેલ ઈન્શ્યોરન્સની સુવિધા પણ મેળવી શકશો. IRCTCની ઓફિશિયલ સાઈટ પરથી તમે તેની વધુ વિગતો સાથે બુકિંગ કરાવી શકો છો.

ભૂટાન શાંત અને સુંદર જગ્યા

ભૂટાનની વાત કરીએ તો તે શાંત અને સુંદર જગ્યા છે. અહીં પ્રાકૃતિક સુંદરતાનો ખજાનો છે. તમે એક રિલેક્સિંગ વેકેશન એન્જોય કરવા ઈચ્છો છો તો ભૂટાન સારો ઓપ્શન બની શકે છે. ભારતના પાડોશી દેશની યાત્રા તમે બજેટમાં કરવા ઈચ્છો છો તો આઈઆરસીટીસીની સાથે સપ્ટેમ્બરમા પ્લાન કરી શકો છો. તેણે એક ખાસ પેકેજ લોન્ચ કર્યું છે. તેમાં તમને રહેવા, ખાવા-પીવાથી લઈને ફરવાની સુવિધા મળશે.

આ પેકેજની મદદથી કરી શકશો સસ્તામાં મુસાફરી

  • પેકેજનું નામ - Bhutan the Land of Happiness Ex Delhi
  • 5 રાત અને 6 દિવસનું છે પેકેજ
  • ફ્લાઈટ મોડમાં કરી શકશો મુસાફરી
  • પારો, પુનાખા અને થિમ્પૂની માણી શકશો મુલાકાત
  • કઈ સુવિધાઓ મળશે
  • આવવા જવા માટે ફ્લાઈટની ટિકિટ મળશે
  • રહેવા માટે 3 સ્ટાર હોટલની વ્યવસ્થા હશે
  • ટૂર પેકેજમાં બ્રેકફાસ્ટથી લઈને લંચ અને ડિનરની સુવિધા મળશે
  • યાત્રીનો ટ્રાવેલ ઈન્શ્યોરન્સ પણ થશે સામેલ

કેટલો થશે ખર્ચ

  • જો તમે ટ્રિપમાં એકલા પ્લાન કરી રહ્યા છો તો તમે 99000 રૂપિયા ખર્ચ કરશો.
  • 2 લોકો માટે તમારે 80500 રૂપિયા પ્રતિ વ્યક્તિ આપવાના રહેશે.
  • 3 લોકો માટે પ્રતિ વ્યક્તિ 77000 રૂપિયા ભરવાના રહેશે.
  • બાળકો માટે અલગથી રૂપિયા ભરવાના રહેશે.
  • બેડ સાથે (5-11 વર્ષ) માટે 67000 અને બેડ વિના 61000 આપવાના રહેશે.

IRCTCએ ટ્વિટ કરીને આપી જાણકારી

આઈઆરસીટીસીએ ટૂર પેકેજને વિશે જાણકારી આપતા ટ્વિટ શેર કરી છે. તેમાં કહેવાયું છે કે જો તમે ભૂટાનના મનમોહક દ્રશ્યો માણવા ઈચ્છો છો તો તમે આઈઆરસીટીસીના પેકેજનો લાભ લઈ શકો છો.

કેવી રીતે કરાવી શકો છો બુકિંગ

તમે ટૂર પેકેજ માટે બુકિંગ આઈઆરસીટીસીની ઓફિશિયલ વેબસાઈટની મદદથી કરી શકો છો. આ સિવાય આઈઆરસીટીસીના કાર્યાલય પરથી તમામ સુવિધાઓ મળી જશે અને તમે સરળતાથી બુકિંગ પણ કરાવી શકશો. પેકેજની સાથે જોડાયેલી જાણકારી માટે તમે ઓફિશિયલ સાઈટ પર વિઝિટ કરી શકો છો.  

  • Follow us on: