મહારાષ્ટ્રમાં આજે મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસની કેબિનેટનું વિસ્તરણ થવા જઈ રહ્યું છે. આ પહેલા જે ધારાસભ્યોને કેબિનેટમાં સામેલ કરવાના છે તેમને બોલાવવાની પ્રક્રિયા ચાલી રહી છે. અત્યાર સુધી નીતિશ રાણે, પંકજા મુંડે અને ગિરીશ મહાજન જેવા ધારાસભ્યોને ભાજપના ફોન આવ્યા છે. શિવસેના અને એનસીપીના ધારાસભ્યોને પણ મંત્રી બનવા માટે બોલાવવામાં આવી રહ્યા છે. જે ધારાસભ્યોને ફોન આવ્યા છે તેઓને હવે પુષ્ટિ મળી છે કે તેઓ ફડણવીસ કેબિનેટનો હિસ્સો હશે.
ફડણવીસ કેબિનેટનો શપથ ગ્રહણ આજે સાંજે 4 વાગ્યે થવાનો છે. આ માટે નાગપુરમાં સ્ટેજ તૈયાર કરવામાં આવ્યો છે અને બાકીની તૈયારીઓ ચાલી રહી છે. મહાગઠબંધનમાં સામેલ ભાજપ, શિવસેના અને એનસીપીના ક્વોટામાંથી 35 ધારાસભ્યો મંત્રી બને તેવી શક્યતા છે. ભાજપના ક્વોટામાંથી 20 ધારાસભ્યો મંત્રી બનશે જેમાં પાર્ટી કેટલીક બેઠકો ખાલી રાખી શકે છે. જ્યારે શિવસેનાના 13 અને NCPના 10 ધારાસભ્યોને મંત્રી બનવાની તક મળશે.













