- કંપનીએ માર્કેટ કેપમાં 3.125 ટ્રિલિયન ડોલરનો આંક પાર કર્યો
- શેરમાં આવેલા ઉછાળાના કારણે એપલથી પણ વધારે ઉછાળો
- એપલે જુલાઈમાં 3.09 ટ્રિલિયન ડોલરની માર્કેટ કેપ બનાવી હતી
દિગ્ગજ ટેક કંપની માઈક્રોસોફ્ટના શેર હાલમાં ઉછાળા પર છે. આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સમાં કંપની દ્વારા ઉઠાવાયેલા પહેલા પગલાના કારણે ભારે નફો થઈ રહ્યો છે. કંપનીના શેરમાં આવેલા વધારાના કારણે માઈક્રોસોફ્ટે મોટો આંકડો સફળતા સાથે પાર કર્યો છે. જ્યાં કોઈ કંપની પહોંચી શકી નથી. માઈક્રોસોફ્ટનું માર્કેટ કેપ અઠવાડિયાના અંતમાં 3.125 ટ્રિલિયન ડોલર થયું હતું.
એપલથી પણ આગળ વધી ગઈ માઈક્રોસોફ્ટ
બેરંસના એક રિપોર્ટ અનુસાર માઈક્રોસોફ્ટના શેરમાં ઉછાળાના કારણે એપલથી પણ વધારે ઉછાળો આવ્યો છે. શુક્રવારે એપલનું માર્કેટ કેપ 2.916 ટ્રિલિયન ડોલર થયું હતું. સૌથી વધુ માર્કેટ કેપનો રેકોર્ડ આઈફોન નિર્માતા કંપની એપલના નામે હતો. એપલે જુલાઈમાં 3.09 ટ્રિલિયન ડોલરનું માર્કેટ કેપ બનાવી લીધું હતું. રિપોર્ટ અનુસાર અમેરિકાની પહેલી કંપની માઈક્રોસોફ્ટ બની છે જેણે 3.125 ટ્રિલિયન ડોલરનો માર્કેટ કેપ પાર કર્યો છે. માઈક્રોસોફ્ટનો શેર શુક્રવારે 420.55 ડોલરના રેટ પર બંધ થયો હતો.
ઓપન એઆઈને કારણે થઈ રહ્યો છે ફાયદો
એઆઈ સેક્ટરમાં ઓપન એઆઈની સાથે માઈક્રોસોફ્ટની પાર્ટનરશીપથી બંને કંપનીઓને ફાયદો થઈ રહ્યો છે. ઓપન એઆઈનું બનાવાયેલું ચેટ જીપીટી દુનિયામાં લોકપ્રિય થઈ રહ્યું છે. લોકોમાં એઆઈના ઉપયોગને લઈને ઉત્સાહ છે. આ કારણ છે કે વધારે રોકાણકારો માઈક્રોસોફ્ટના સ્ટોક પર રૂપિયા લગાવી રહ્યા છે. છેલ્લા 12 મહિનામાં માઈક્રોસોફ્ટના શેર લગભગ 60 ટકા વધારે ઉછાળા સાથે જોવા મળ્યા છે.
સત્ય નડેલાએ કંપનીને દેખાડી નવી દિશા
માઈક્રોસોફ્ટના સીઈઓ સત્ય નડેલાએ હાલમાં કહ્યું કે અમે એઆઈને વિશે વાત કરવાથી આગળ નીકળીને તેનો ઉપયોગ કરવાની પ્રક્રિયામાં આવી ચૂક્યા છે. અમને નવા ગ્રાહકો મળી રહ્યા છે. તેનાથી નવો ફાયદો કંપનીને થઈ રહ્યો છે. સત્ય નડેલાએ હાલમાં માઈક્રોસોફ્ટના સીઈઓના રૂપમાં પોતાના 10 વર્ષ પૂરા કર્યા છે. તેઓએ ક્લાઉડ કમ્પ્યુટિંગ અને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ પર ફોકસ કરીને સોફ્ટવેયર કંપની માઈક્રોસોફ્ટને નવી દિશા બતાવી છે. નડેલાએ વર્ષ 2014માં કંપનીની કમાન સંભાળી હતી.