• અમેરિકાના દિગ્ગજ જેન્સેન હુઆંગથી એક નંબર પાછળ અંબાણી
  • અંબાણી દુનિયામાં બીજા અને ભારતમાં પહેલા નંબરે
  • મુકેશ અંબાણીને 81.7 નો BGI સ્કોર મળ્યો 

એશિયાના સૌથી અમીર વ્યક્તિ મુકેશ અંબાણીના નાના દીકરા અનંત અંબાણીની સગાઈ ગુરુવારે થઈ. તો અન્ય તરફ એક વધુ સારા સમાચાર પણ તેમને મળ્યા. રિલાયન્સ ઈન્ડસ્ટ્રી લિમિટેડના ચેરમેનને Brand Guardianship Index 2023માં ભારતમાં પહેલા અને દુનિયામાં બીજા નંબરનું સ્થાન મળ્યું છે. તેઓએ માઈક્રોસોફ્ટના સીઈઓ ભારતવંશી સત્યા નડેલા અને ગૂગલના ભારતીય મૂળના સીઈઓ સુંદર પિચાઈને પણ પાછળ છોડ્યા છે.

આ Rankingને મળે છે ગ્લોબલ માન્યતા

ઉલ્લેખનીય છે કે આ ઈન્ડેક્સ બ્રાન્ડ ફાયનાન્સ દ્વારા એ તૈયાર કરાય છે. તેની ગ્લોબલ માન્યતા છે. બ્રાન્ડ ફાયનાન્સની તરફથી કહેવાયું છે કે અમે એક સંતુલિત સૂચકાંક બનાવ્યો છે. તેમાં કંપનીમાં કાર્ય કરવાની કંપનીના સીઈઓની ક્ષમતા અને દીર્ઘકાલીન સ્તરે શેરધારકના મૂલ્યને આગળ વધારવામાં ભૂમિકા ચકાસવામાં આવે છે. આ ઈન્ડેક્સ કારપોરેટ બ્રાન્ડ મૂલ્યાંકનને રજૂ કરે છે.

Mukesh Ambaniને મળ્યો કેટલો સ્કોર

મળતી માહિતી અનુસાર ફાયનાન્સ ઈન્ડેક્સમાં રિલાયન્સ ચેરમેન મુકેશ અંબાણીને 81.7 નો બીજીઆઈ સ્કોર મળ્યો છે. જે અમેરિકી ટેક દિગ્ગજના જેન્સેન હુઆંગથી નીચે છે. તેમનો સ્કોર 83 છે. આ સ્કોરની સાથે હુઆંગ દુનિયામાં પહેલા નંબરે છે. આ રેંકિંગ 1000 માર્કેટ એનાલિસ્ટના દ્વારા કરાયેલા સર્વે પર આધાર રાખીને તૈયાર કરાયા છે.

ટોપ 10 લિસ્ટમાં ભારતીયોની બોલબાલા

આ ઈન્ડેક્સમાં જયાં ભારતીય બિઝનેસ ટાયફૂન મુકેશ અંબાણી દુનિયામાં બીજા અને ભારતમાં પહેલા સ્થાને છે. ત્યાં આ લિસ્ટમાં અન્ય ભારતીય સીઈઓનો પણ દબદબો જોવા મળ્યો છે. ટોપ 10માં સૌથી વધારે નામ ભારતવંશીઓનું છે. Adobe ના શાંતનું નારાયણ 4થા નંબરે, ગૂગલના સુંદર પિચાઈ પાંચમા નંબરે, ડેલાયના પુનીત રાજન છઠ્ઠા નંબરે તો ટાટાના નટરાજન ચંદ્રશેખરન આઠમા નંબરે છે. ઈન્ડેક્સમાં મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા ગ્રૂપના ચેરમેન આનંદ મહિન્દ્રાને 23મું સ્થાન મળ્યું છે.

મુકેશ અંબાણીએ રિલાયન્સને નવી દિશા આપી

મુકેશ અંબાણીએ રિલાયન્સને એક નવી દિશા આપતાં શિખર પર પહોંચાડવાનું કામ કર્યું છે. આજે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ ભારતની સૌથી વેલ્યૂએબલ કંપની છે અને તેનું માર્કેટ કેપ 17 લાખ કરોડ રૂપિયાથી વધારે છે. તેની સાથે મુકેશ અંબાણી સતત પોતાના કારોબારનો વિસ્તાર કરી રહ્યા છે. રિટેલ સેક્ટરને તેઓ વધારે ફોકસ કરી રહ્યા છે. 

  • Follow us on: