• કપલ પાસે કુલ 5 હથિયાર
  • ટોયાટો ઈનોવા, મહિન્દ્રા સ્કોર્પિયો સહિતની કાર
  • 9.89 કરોડ રૂપિયાની ચલ-અચલ સંપત્તિના માલિક

દેશ માટે મેડલ લાવનારા પહેલવાનોની નારાજગી સામે આવી છે. નારાજગી દેખાડવા માટે આ રેસલર જંતર- મંતર પર પ્રદર્શન કરી રહ્યા છે. તેઓએ ભાજપ સાંસદ અને ભારતીય કુશ્તી સંઘના અધ્યક્ષ બ્રિજભૂષણ સિંહ પર મહિલા પહેલવાનની સાથે યૌન શોષણનો આરોપ લગાવ્યા છે. બ્રિજભૂષણ શરણ સિંહના વિરોધમાં ધરણા કરનારા રેસલરમાં બજરંગ પુનિયા, સાક્ષી મલિક, વિનેશ ફોગાટ જેવા રેસલર સામેલ છે.

જાણો કેટલી છે સંપત્તિ

આ પહેલો અવસર નથી જ્યારે બ્રિજભૂષણ શરણ સિંહ પર મહિલા પહેલાવનાની સાથે યૌન શોષણના આરોપ લાગ્યા છે. પહેલા પણ વિવાદમાં રહેનારી બ્રિજભૂષણ સિંહ કરોડોની સંપત્તિના માલિક છે. તેની પાસે લક્ઝરી ગાડીઓથી લઈને અનેક હથિયારો છે. છ વખત લોકસભા સાંસદ રહી ચૂકેલા બ્રિજભૂષણ શરણ સિંહ 11 વર્ષથી ભારતીય કુશ્તી સંઘના અધ્યક્ષ છે.

પતિ-પત્નીના નામે 16 કરોડની સંપત્તિ

વર્ષ 2019માં દાખલ કરાયેલા ચૂંટણીના હલફનામાના અનુસાર કુશ્તી સંઘના અધ્યક્ષની પાસે 9.89 કરોડ રૂપિયાની ચલ અચલ સંપત્તિ છે. લક્ઝરી કારના શોખીન સિંહની પાસે ટોયાટો ઈનોવા અને મહિન્દ્રા સ્કોર્પિયો જેવી એસયૂવી કાર છે. તેની પત્નીની પાસે 6.35 કરોડ રૂપિયાની પ્રોપર્ટી છે. તેમની પત્નીના નામે ફોર્ચ્યુનર કાર છે. બ્રિજભૂષણ સિંહની પાસે 50 ગ્રામ અને પત્નીની પાસે 200 ગ્રામ સોનું છે.

પતિ-પત્ની પાસે કુલ 5 હથિયાર

લક્ઝરી કારના સિવાય તે હથિયારના પણ શોખીન છે. પતિ-પત્નીની પાસે કુલ 5 હથિયાર છે. બ્રિજભૂષણ શરણ સિંહના નામે એક પિસ્તોલ, એક રાઈફલ, એક રેપિટર છે. પત્નીની પાસે એક રાઈફલ અને એક રેપિટરનું લાયસન્સ છે. તેમની પાસે એક કરોડની ફોર્મ લેન્ડ અને 2 કરોડની નોન એગ્રીકલ્ચર લેન્ડ છે. આ પહેલો અવસર નથી જ્યારે બ્રિજભૂષણ શરણ સિંહનું નામ વિવાદમાં જોડાયેલું છે. તેના પહેલા પણ તે વિવાદમાં રહ્યા છે.

બ્રિજભૂષણે વર્ષ 2019ના લોકસભા ચૂંટણી પ્રચારમાં બસપા અધ્યક્ષ સુશ્રી માયાવતી માટે અપશબ્દો કહ્યા હતા. એકવાર રાંચીમાં ચાલી રહેલી અંડર 15 નેશનલ કુશ્તી ચેમ્પિયનશીપમાં મંચ પર પહેલવાનને થપ્પડ મારવાને લઈને આલોચના કરી હતી.  

  • Follow us on: