- સ્વ-રોજગારને પ્રોત્સાહન આપવા માટે ભારત સરકારે પ્રધાનમંત્રી યોજના શરૂ કરી
- મુદ્રા યોજનાને સરકારે વર્ષ-2015માં લોંચ કરી હતી
- બજેટ-2024માં લોનની મર્યાદા 20 લાખ રૂપિયા કરવાની જાહેરાત કરાઈ હતી
આપણા દેશમાં સ્વ-રોજગારને પ્રોત્સાહન આપવા માટે ભારત સરકારે પ્રધાનમંત્રી યોજના શરૂ કરી છે. આ યોજના હેઠળ સરકાર સામાન્ય લોકોને નજીવા દરે સરળ લોન પૂરી પાડે છે. આની ગેરેન્ટી પણ સરકાર ખુદ લેતી હોય છે. પરંતુ જલ્દી જ આ લોન મળવા લોકો માટે થોડી મુશ્કેલ થઈ શકે છે. કારણ કે, આના નિયમો કડક બનાવવામાં આવી શકે છે. સરકારની થિંક ટેક નીતિ આયોગે આ માટે નવી ગાઈડલાઈન્સ તૈયાર કરી છે. આ રિપોર્ટ એવા સમયમાં આવી જ્યારે સરકાર બજેટ-2024માં આ લોનની વધુમાં વધુ મર્યાદાને 10 લાખ રૂપિયાથી વધીને 20 લાખ રૂપિયા કરવાની જાહેરાત કરી છે.
નીતિ આયોગની રિપોર્ટ
નીતિ આયોગે વડાપ્રધાન મુદ્રા યોજનાની આકારણી કરનાર એક રિપોર્ટ પ્રધાનમંત્રી મુદ્રા યોજનાના પ્રભાવનું મૂંલ્યાંકન જાહેર કર્યું છે. આમાં કહેવામાં આવ્યું છે. લોનની અંડરરાઈટિંગ માટે ઈ-કેવાયસીને પ્રોત્સાહન આપવું જોઈએ. આનાથી લોનથી શું ફાયદો થયો અને મૂલ્યાંકન કરવામાં મદદ મળશે.નીતિ આયોગે વડાપ્રધાન મુદ્રા યોજનાની આકારણી કરનાર એક રિપોર્ટ પ્રધાનમંત્રી મુદ્રા યોજનાના પ્રભાવનું મૂંલ્યાંકન જાહેર કર્યું છે. આમાં કહેવામાં આવ્યું છે. લોનની અંડરરાઈટિંગ માટે ઈ-કેવાયસીને પ્રોત્સાહન આપવું જોઈએ. આનાથી લોનથી શું ફાયદો થયો અને મૂલ્યાંકન કરવામાં મદદ મળશે.
આટલું જ નહિ નીતિ આયોગે ગાઈડલાઈન્સનો એક સેટ પણ તૈયાર કરી દીધો છે. જે કોઈ લેન લેનારના બેક ગ્રાઉન્ડ વેરિફિકેશન અને લોનની ક્ષમતાની આકારણી કરવામાં મદદ કરશે. જ્યારે બેંકોને લોનના ડિફોલ્ટ થવાની સ્થિતિમાં એક સુરક્ષા નેટ પણ ઉપલબ્ધ કરાવશે. જો કે આ લોન લેવા માટે કંઈપણ ગીરવે નથી રાખવું પડતું. આવામાં રિસ્કની બરોબર આકારણી આ યોજનીની સફળતામાં મહત્તવનો ભાગ ભજવી શકે છે.
નાના વેપારીઓ લોન લેતા હોય છે
મુદ્રા લોન લેનાર લોકોમાં મોટાભાગના નાના વેપારીઓ હોય છે. આ લોકોની પાસે પૂરતા દસ્તાવેજ નથી હોતા અથવા તો ખૂબ સીમિત દસ્તાવેજ હોય છે. જેથી બેંકો માટે તેઓનું વેરિફિકેશન કરવું પોતાની રીતે એક પડકારજનક કામ છે. ઈ-વેરિફિકેશનનો હેતુ બેંકોનું કામ સરળ કરવું છે. પરંતુ આ પડકારોને જોતા કદાચ લોકોને લોન લેવામાં વધુ સમસ્યાઓ આવે છે.
આ યોજનાને સરકારે વર્ષ-2015માં લોંચ કરી હતી. મુદ્રા યોજનાના સત્તાવાર પોર્ટલ અનુસાર, અત્યાર સુધી 39.93 કરોડ લોન પાસ કરવામાં આવી છે. આની હેઠળ સરકારે અત્યાર સુધી 18.39 લાખ કરોડ રૂપિયાની લોનની લ્હાણી કરી છે.