6 જુલાઈથી 10 જુલાઈના અઠવાડિયામાં શેરબજારમાં ઉતાર-ચઢાવ વચ્ચે સેન્સેક્સની ટોચની 10 સૌથી મૂલ્યવાન કંપનીઓમાંથી ચાર કંપનીઓના કુલ માર્કેટ કેપમાં ₹92,995.48 કરોડનો વધારો નોંધાયો છે. સૌથી વધુ લાભ HDFC બેન્ક અને ભારતી એરટેલને મળ્યો. જોકે સમગ્ર સપ્તાહ દરમિયાન સેન્સેક્સ 194.52 અંક (0.25 ટકા) અને નિફ્ટી 63.95 અંક (0.26 ટકા)ના ઘટાડા સાથે બંધ રહ્યા.
LICનું માર્કેટ કેપ વધ્યું
માર્કેટ કેપમાં વધારો મેળવનારી કંપનીઓમાં HDFC બેન્ક, ભારતી એરટેલ, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ (RIL) અને ભારતીય જીવન વીમા નિગમ (LIC)નો સમાવેશ થાય છે. HDFC બેન્કનું માર્કેટ કેપ ₹35,808.09 કરોડ વધીને ₹12.69 લાખ કરોડ પર પહોંચ્યું, જ્યારે ભારતી એરટેલનું માર્કેટ કેપ ₹34,896.92 કરોડ વધીને ₹11.98 લાખ કરોડ થયું. LICના માર્કેટ કેપમાં ₹16,065.50 કરોડ અને RILમાં ₹6,224.97 કરોડનો વધારો નોંધાયો.
SBIમાં ₹3,461.48 કરોડનો ઘટાડો નોંધાયો
બીજી તરફ ICICI બેન્ક, સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા (SBI), ટાટા કન્સલ્ટન્સી સર્વિસિસ (TCS), બજાજ ફાઈનાન્સ, લાર્સન એન્ડ ટુબ્રો (L&T) અને હિંદુસ્તાન યુનિલિવરના માર્કેટ કેપમાં મળીને ₹49,294.13 કરોડનો ઘટાડો થયો. સૌથી વધુ ઘટાડો હિંદુસ્તાન યુનિલિવરમાં ₹12,088.65 કરોડનો રહ્યો. ત્યારબાદ L&Tમાં ₹11,040.23 કરોડ, TCSમાં ₹8,574.87 કરોડ, બજાજ ફાઇનાન્સમાં ₹7,813.58 કરોડ, ICICI બેન્કમાં ₹6,315.32 કરોડ અને SBIમાં ₹3,461.48 કરોડનો ઘટાડો નોંધાયો.
ઘણી કંપનીઓ ત્રિમાસિક પરિણામો જાહેર કરશે
ટોપ-10 સૌથી મૂલ્યવાન કંપનીઓમાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ પ્રથમ સ્થાને યથાવત રહી, ત્યારબાદ HDFC બેન્ક, ભારતી એરટેલ, ICICI બેન્ક, SBI, TCS, બજાજ ફાઈનાન્સ, LIC, L&T અને હિંદુસ્તાન યુનિલિવરનો ક્રમ રહ્યો. આવનારા સપ્તાહે 17 જુલાઈએ RIL, 18 જુલાઈએ HDFC બેન્ક અને ICICI બેન્ક તેમના ત્રિમાસિક પરિણામો જાહેર કરશે. ઉપરાંત 15 અને 16 જુલાઈએ અનેક IPOના શેરોની લિસ્ટિંગ પણ બજારનું મુખ્ય આકર્ષણ રહેશે.
આ પણ વાંચો : Share Marketમાં વિદેશી રોકાણકારોનો વિશ્વાસ વધ્યો, FIIએ એક જ દિવસમાં રૂપિયા 2,603 કરોડના શેર ખરીદ્યા
ડિસ્કલેમર: શેરબજારમાં કે મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરતા પહેલા તમારા ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ અવશ્ય લો.