1 ડિસેમ્બર, 2025થી સરકારી કર્મચારીઓ માટે નેશનલ પેન્શન સિસ્ટમ (NPS)માંથી યુનિફાઈડ પેન્શન સ્કીમ (UPS)માં માઈગ્રેટ થવાનો વિકલ્પ બંધ થઈ ગયો છે. આપને જણાવી દઈએ કે NPSમાંથી બહાર આવી UPS પસંદ કરવાની છેલ્લી તારીખ 30 નવેમ્બર, 2025 હતી. સરકારે તેના કર્મચારીઓને NPSમાંથી UPS પસંદ કરવા માટે અનેક તક આપી હતી અને ડેડલાઇન પણ વધારી હતી. NPSમાંથી UPS પસંદ કરવાનો વિકલ્પ સરકારી કર્મચારીઓ માટે જ હતો, જે 1 એપ્રિલ, 2025થી 31 ઓગસ્ટ, 2025 વચ્ચે સેવા સાથે જોડાયા હતા.
સરકારે આ વર્ષે જાન્યુઆરીમાં UPS નોટિફાય કરી હતી. ભારત સરકારના નાણાં મંત્રાલય દ્વારા પાત્ર કેન્દ્રિય કર્મચારીઓ માટે UPSને નોટિફિકેશન નંબર F. No. FX-1/3/2024 PR તારીખ 24.01.2025 દ્વારા નોટિફાય કરવામાં આવી હતી.
UPS શું છે?
UPS ભારત સરકાર દ્વારા શરૂ કરાયેલી એક પેન્શન સ્કીમ છે, જે 1 એપ્રિલ, 2025થી અમલમાં આવી છે. આ સ્કીમ કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે નેશનલ પેન્શન સિસ્ટમ (NPS)ના વિકલ્પ તરીકે ઉપલબ્ધ છે. તેને ખાતરીયુક્ત, મોંઘવારી અને નિવૃત્તિ લાભો પુરા પાડવા માટે ડિઝાઇન કરવામાં આવી છે, જેથી લાંબા ગાળાની આર્થિક સુરક્ષા અને પેન્શનની આગોતરી ખાતરી અંગેની ચિંતાઓ દૂર થાય.
-UPSમાં કર્મચારીને મૂળ પગાર અને DAનું 10% યોગદાન કરવું પડે છે
-આમાં કર્મચારીએ પોતાના મૂળ પગાર અને ડિઅરનેસ એલાઉન્સ (DA)નું 10% યોગદાન કરવું પડે છે, જ્યારે એમ્પ્લોયર (કેન્દ્ર સરકાર)નું યોગદાન 18.5% છે.UPS પસંદ કર્યા બાદ પણ NPSમાં પરત જવાની તક ઉપલબ્ધ હતી
-આ પહેલનો હેતુ કેન્દ્ર સરકારના કર્મચારીઓને નિવૃત્તિ પછીની આર્થિક સુરક્ષાની યોજના બનાવવા માટે જાણકારીયુક્ત વિકલ્પ પૂરો પાડવાનો છે. UPSનો વિકલ્પ પસંદ કર્યા પછી, કર્મચારીઓ બાદમાં ફરી NPSમાં પણ પરત જઈ શકતા હતા.
આ પણ વાંચોઃ લાલ નિશાનમાં માર્કેટ બંધ, સેન્સેક્સ 85,641 અંકે બંધ