આવતીકાલે એટલે કે 4 ઓક્ટોમ્બર 2025થી ભારતની ચેક ક્લિયરિંગ સિસ્ટમ લાગૂ થઇ જશે અને તેની સાથે જ ચેક ક્લિયરિંગ સિસ્ટમ વધારે ઝડપી બનશે, આ બેચ આધારિત પ્રક્રિયાથી બદલાઇને, ચેક જમા થયાના તરત બાદ ક્લિયરિંગ અને સેટલમેન્ટ થઇ જશે. આ બદલાવનો મતલબ છે કે ચેકથી મળનારા પૈસા હવે માત્ર 1 કે 2 દિવસ નહીં પરંતુ કેટલાંક કલાકોમાં તમારાં બેંક ખાતામાં આવશે.
3 ઓક્ટોમ્બરે એક ટ્રાયલ રન આયોજિત કરાયું
રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાએ 3 ઓક્ટોમ્બરે એક ટ્રાયલ રન આયોજિત કરવાનુ શેડ્યૂલ બનાવ્યુ છે. જેથી આ સુનિશ્ચિત થઇ શકે કે બેંક અધિકારીક લોન્ચ માટે તૈયાર છે. અહિંયા એ બદલાવો વિશે જાણકારી આપવામાં આવી છે જેને તમારે જાણવી જોઇએ અને તે તમારાં પર કેવી અસર કરશે.
ચેક ક્લિયરિંગ સિસ્ટમમાં શું બદલી રહ્યુ છે?
નવી સિસ્ટમ હેઠળ, ચેક હવે નિશ્ચિત બેચમાં પ્રક્રિયા કરવામાં આવશે નહીં. બેંકો સવારે 10 થી સાંજે 4 વાગ્યા સુધી ચાલતા પ્રેઝન્ટેશન સત્ર દરમિયાન સતત ચેક સ્કેન કરશે અને મોકલશે.હવે દરેક ચેક લગભગ રિયલ ટાઇમમાં જ ક્લિયર થઇ જશે. જેનાથી ક્લિયરિંગનો સમય હાલના 1 2 દિવસથી ઘટીને માત્ર કેટલાંક કલાકોમાં જ થઇ જશે.
નવી ચેક ક્લિયરિંગ સિસ્ટમ કેવી રીતે કરશે કામ ?
-સવારના 10 વાગ્યાથી બપોરના 4 વાગ્યા સુધી જમા કરાયેલા ચેકને તરત સ્કેન કરીને ક્લિયરિંગ હાઉસને મોકલવામાં આવશે.
-સવારના 11 વાગ્યાથી બેંક દરેક કલાકે પેમેન્ટનું સેટલમેન્ટ કરશે.
-પ્રથમ તબક્કો (4 ઓક્ટોબર 2025 – 2 જાન્યુઆરી 2026): બેંકોને સાંજના 7 વાગ્યા સુધી ચેક કન્ફર્મ કરવો ફરજિયાત રહેશે; નહીંતર, ચેક આપમેળે મંજૂર થઈ જશે.
-બીજો તબક્કો (3 જાન્યુઆરી 2026થી) બેંકો પાસે દરેક ચેક કન્ફર્મ કરવા માટે ફક્ત 3 કલાકનો સમય હશે
-ઉદાહરણ તરીકે, સવારે 10થી 11 વચ્ચે મળેલા ચેકને બપોરના 2 વાગ્યા સુધી કન્ફર્મ કરવો પડશે.
સેટલમેન્ટ પૂરું થયા પછી, બેંક સામાન્ય સુરક્ષા પગલાં હેઠળ 1 કલાકની અંદર ગ્રાહકોને પૈસા જાહેર કરશે.
હાલની સિસ્ટમ કરતા કેવી રીતે અલગ અને સારી છે?
હમણાં ચેક ક્લિયર થવામાં 1-2 કામકાજી દિવસ લાગી શકે છે.પરંતુ હવે ફંડ થોડાક જ કલાકોમાં ખાતામાં પહોંચી શકે. દેશભરમાં ક્લિયરિંગની ઝડપ એકસરખી થશે. ચેકનુ સ્ટેટસ ટ્રેક કરવુ સરળ અને પારદર્શક બનશે
બેંકો માટે સેટલમેન્ટનો જોખમ ઘટશે અને કુલ અસરકારકતા વધશે.
ગ્રાહકો માટે તેનો અર્થ શું છે?
ઝડપથી પૈસા મળશે. વ્યાવસાયિક પેમેન્ટ ઝડપી થશે. આખા ભારતમાં એકસરખી ક્લિયરિંગ ઝડપ. ચેકની સ્થિતિ સરળતાથી જાણી શકાય. પરિવર્તન દરમિયાન પ્રોસેસ સરળ રહે, તે માટે ગ્રાહકોને પોતાનાં બેંકમાંથી અપડેટ રહેવાની સલાહ આપવામાં આવે છે.
શું આ બધી બેંકો પર લાગુ પડશે?
હા. આ નવા નિયમો આરબીઆઈના ત્રણ ક્લિયરિંગ ગ્રિડ – દિલ્હી, મુંબઈ અને ચેન્નઈ – હેઠળ આવતા તમામ બેંકો પર લાગુ થશે, એટલે કે આખો દેશ આવરી લેવાશે.