રશિયાના રાષ્ટ્રપતિ પુતિને પીએમ મોદી સાથે કૃષિ ઉત્પાદનો અને દવાઓની આયાત વધારવા માટે વાતચીત કરી છે. જેના કારણે ભારત અને રશિયા વચ્ચે વેપાર સંતુલન જળવાઇ રહેશે.

ભારત અને રશિયા વચ્ચે વેપાર તેજ ગતિએ

ભારત અને રશિયા વચ્ચે વેપાર મામલે હાલમાં રાષ્ટ્રપતિ પુતિને નિવેદન આપ્યુ છે. તેઓએ કહ્યુ હતુ કે, ભારત અને રશિયા વચ્ચે વેપાર તેજ ગતિએ વધી રહ્યો છે. પરંતુ અંસતુલન પણ જોવા મળી રહ્યુ છે. કારણ કે, ભારત રશિયા પાસેથી મોટી માત્રામાં તેલની ખરીદી કરે છે. આ અંસતુલનને દૂર કરવા માટે રશિયા ભારત પાસેથી કૃષિ ઉત્પાદનો અને દવાઓની આયાત વધારશે. રશિયાએ ભારત પાસેથી મુખ્ય વસ્તુઓ વધારવા માટે ખાસ ભાર મુક્યો છે.

ડૉનાલ્ડ ટ્રમ્પ ગુસ્સે થઇ શકે

રશિયા અને ભારત વચ્ચેના વેપાર સંબંધોને મજૂબત થતા જોઇને અમેરિકાના રાષ્ટ્રપતિ ડૉનાલ્ડ ટ્રમ્પ ગુસ્સે થઇ શકે છે. કારણ કે, ભારત પર લાદેલા 50 ટકા ટેરિફ બાદ પણ રશિયા અને ભારત વચ્ચે સંબંધો નબળા પડ્યા નથી. રશિયાથી દૂરી વધારવા માટે 50 ટકા ટેરિફ લગાવવામાં આવ્યો હતો. પરંતુ હવે જ્યારે રશિયાએ ભારત પાસેથી વધુ સામાન ખરીદવા મામલે નિવેદન આપ્યુ છે. તેને જોતા હવે ડૉનાલ્ડ ટ્રમ્પ શું કરશે તેના પર સૌ કોઇની નજર છે. વર્ષ 2013થી લઇને હમણા સુધી નાણાંકીય વર્ષ 2024-25માં ભારત અને રશિયા વચ્ચે દ્વિપક્ષીય વેપાર રેકોર્ડ 68.7 બિલિયન ડૉલર સુધી પહોંચ્યો છે.

રશિયાને કઇ-કઇ વસ્તુઓ મોકલે છે ભારત ?

ભારતથી રશિયા જનાર પ્રમુખ વસ્તુઓમાં કૃષિ ઉત્પાદન, રસાયણ ઉત્પાદન, ફાર્માસ્યૂટિકલ્સ, મશીનરી અને ઇલેક્ટ્રિકલ ઉપકરણો વગેરે સામેલ છે. તો બીજી તરફ, રશિયા પાસેથી ભારત મુખ્યત્વે તેલ અને પેટ્રોલિયમ ઉત્પાદન, ખનિજ ઇંધન, મશીન વગેરે ઉપકરણો ખરીદે છે. 

  • Follow us on: