ભારતના સૌથી મોટા ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને ગ્રીન એનર્જી ગ્રુપ અદાણી ગ્રુપ હવે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ક્ષેત્રમાં મોટું વિસ્તરણ કરવા જઈ રહ્યું છે. કંપનીએ વૈશ્વિક ટેક્નોલોજી અને સપ્લાય ચેઇન સોલ્યુશન્સ કંપની Jabil Inc સાથે વ્યૂહાત્મક ભાગીદારી જાહેર કરી છે.


ડેટા સેન્ટર ઇન્ફ્રાસ્ટ્રક્ચર મેન્યુફેક્ચરિંગ પ્લેટફોર્મ સ્થાપિત કરશે

આ ભાગીદારી હેઠળ બંને કંપનીઓ મળીને ભારતમાં એક વર્લ્ડ-ક્લાસ AI અને ડેટા સેન્ટર ઇન્ફ્રાસ્ટ્રક્ચર મેન્યુફેક્ચરિંગ પ્લેટફોર્મ સ્થાપિત કરશે. તેનો મુખ્ય હેતુ ભારતને વૈશ્વિક AI હાર્ડવેર મેન્યુફેક્ચરિંગ અને એક્સપોર્ટ હબ તરીકે વિકસાવવાનો છે. આ પ્રોજેક્ટમાં હાઈ-ડેનસિટી AI રેક્સ, લિક્વિડ-કૂલ્ડ સર્વર્સ, સ્ટોરેજ સિસ્ટમ અને નેટવર્કિંગ ઉપકરણોનું મોટાપાયે ઉત્પાદન કરવામાં આવશે. સાથે જ પાવર ડિસ્ટ્રિબ્યુશન યુનિટ્સ, કૂલિંગ સિસ્ટમ્સ, ટ્રાન્સફોર્મર અને થર્મલ મેનેજમેન્ટ જેવી ડેટા સેન્ટર માટેની તમામ જરૂરિયાતોનું પણ ભારતમાં જ ઉત્પાદન થશે.

શું કહ્યું ગૌતમ અદાણીએ?

આગામી 7 વર્ષમાં AI કમ્પ્યુટિંગ ક્ષેત્રે વૈશ્વિક સ્તરે 3 ટ્રિલિયન ડોલર સુધીનું રોકાણ થઈ શકે છે અને આ ભાગીદારીનો હેતુ આ મોટા બજારમાં મહત્વપૂર્ણ હિસ્સો મેળવવાનો છે. અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીએ કહ્યું કે દુનિયા હવે ‘ઇન્ટેલિજન્સ રિવોલ્યુશન’ તરફ આગળ વધી રહી છે અને જે દેશ એનર્જી અને કમ્પ્યુટ વચ્ચે સંતુલન સાધશે તે ભવિષ્યનું નેતૃત્વ કરશે.

ભારતનું ઝડપથી વધતું AI માર્કેટ વૈશ્વિક ટેક્નોલોજી માટે મહત્વપૂર્ણ

જાબિલના CEO માઈક દસ્તુરે જણાવ્યું કે આ સહયોગ દ્વારા ભારતનું ઝડપથી વધતું AI માર્કેટ વૈશ્વિક ટેક્નોલોજી માટે મહત્વપૂર્ણ કેન્દ્ર બનશે. આ નવી ભાગીદારી હેઠળ ભારતમાં ગીગા-સ્કેલ AI ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવાશે, જે વિશ્વના મોટા ડેટા સેન્ટર્સની માગ પૂરી કરશે. આ પગલાથી ભારત માત્ર AI ટેક્નોલોજીનો ઉપયોગ કરનાર દેશ નહીં, પરંતુ તેનો ઉત્પાદક અને નિકાસકાર દેશ બનવાની દિશામાં આગળ વધશે.

આ પણ વાંચો :National News : ભારતમાં કેવી રીતે વધશે વિદેશી રોકાણ? નાણાપ્રધાન નિર્મલા સીતારમણે જણાવ્યો સમગ્ર પ્લાન



  • Follow us on: