અકાસા એર એરલાઈનના કો-ફાઉન્ડર અને ચીફ કોમર્શિયલ ઓફિસર પ્રવીણ ઐયરે રાજીનામું આપી દીધું છે. ચાર મહિનામાં કંપનીમાંથી ઉચ્ચ-સ્તરીયે આ બીજું રાજીનામું છે. અકાસા એરએ બુધવારે એક નિવેદનમાં જણાવ્યું હતું કે કંપની સાથે પાંચ વર્ષની કામગીરી બાદ પ્રવીણ અય્યરે રાજીનામું આપવાનો નિર્ણય લીધો છે. તેઓ 30 એપ્રિલ, 2026 સુધી નેતૃત્વ ટીમ સાથે કામ કરશે.

અગાઉ નીલુ ખત્રીએ કંપની છોડી હતી

તમને જણાવી દઈએ કે પ્રવીણ ઐયર પહેલા અકાસા એરલાઈનના અન્ય કો-ફાઉન્ડર નીલુ ખત્રીએ પણ કંપનીમાં રાજીનામું આપી દીધું હતું. નીલુ ખત્રીએ ઓક્ટોબર 2025માં કંપની છોડી દીધી હતી. કંપનીની ફ્લાઇટ્સ 7 ઓગસ્ટ, 2022ના રોજથી ઉડાન ભરવાની શરૂઆત કરી હતી. પ્રવીણ ઐયર અકાસા એરની એક્ઝિક્યુટિવ કમિટીનો પણ ભાગ હતા. એરલાઈનમાં હવે આદિત્ય ઘોષ, આનંદ શ્રીનિવાસન, બેલ્સન કુટિન્હો અને ભાવિન જોશી કૂલ મળીને ચાર કો-ફાઉન્ડર છે. વિનય દુબે ફાઉન્ડર અને મુખ્ય કાર્યકારી અધિકારી (CEO) છે. અકાસા એર હાલમાં 33 બોઈંગ 737 મેક્સ વિમાનોનું સંચાલન કરે છે.

જુલાઈ 2025માં કંપનીના મુખ્ય નાણાકીય અધિકારી અંકુર ગોયલે જાહેરાત કરી હતી કે એરલાઈન તેના નાણાકીય પ્રદર્શનમાં સુધારો કરી રહી છે અને ક્ષમતામાં વધારો કરી રહી છે. તેનું લક્ષ્ય 2032ના અંત સુધીમાં તેના કાફલાને 226 વિમાનો સુધી વિસ્તૃત કરવાનું છે.

કોણ સંભાળશે કમાન?

મળતી માહિતી મુજબ પ્રવીણ ઐયર અકાસા એરની ફાઉન્ડીંગ ટીમનો ભાગ હતા અને એરલાઈનની એક્ઝિક્યુટીવ કમિટીમાં પણ સામેલ હતા. તેમના રાજીનામા બાદ કંપનીએ તાત્કાલિક અસરથી હાલના કંપનીના ચીફ ઈન્ફોર્મેશન ઓફિસર આનંદ શ્રીનિવાસનને નવા કમર્શિયલ હેડ તરીકે નિયુક્ત કર્યા છે. જો કે હજુ સુધી એરલાઈન તરફથી આ અંગે કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. 

આ પણ વાંચો Income Tax Rules 2026: 1 એપ્રિલ 2026 થી બદલાઈ જશે લેવડ-દેવડની રીત, મિલકત અને વાહન ખરીદનારાઓને મોટી રાહત