સામાન્ય રીતે કાર ઉત્પાદકો નવા વર્ષની શરૂઆતમાં એટલે કે જાન્યુઆરી મહિનામાં વાહનોની કિંમતોમાં વધારો કરતા હોય છે, પરંતુ મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાએ એક મોટો અને ગ્રાહકલક્ષી નિર્ણય જાહેર કર્યો છે. કંપનીએ સ્પષ્ટ કર્યું છે કે જાન્યુઆરી 2026થી તેઓ પોતાના વાહનોની કિંમતો વધારવાની કોઈ યોજના ધરાવતા નથી.


સ્થિરતા પાછળનું કારણ

મહિન્દ્રાના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર અને વાહન તેમજ કૃષિ ડિવિઝનના CEO રાજેશ જેજુરિકરે જણાવ્યું હતું કે જ્યાં સુધી સ્ટીલ, એલ્યુમિનિયમ, પ્લાસ્ટિક જેવા કાચા માલની ઉત્પાદન ખર્ચમાં કોઈ મોટી અને અચાનક વૃદ્ધિ ન થાય ત્યાં સુધી કંપની હાલની કિંમતો જાળવી રાખશે.

સરકારી રાહતનું સન્માન

તેમણે કહ્યું હતું કે તાજેતરમાં સરકારે નાની અને મધ્યમ કારો પર જીએસટી 28%થી ઘટાડીને 18% કર્યો છે. કંપની નથી ઈચ્છતી કે કિંમત વધારીને સરકારના આ ગ્રાહકલક્ષી પગલાની અસર ઓછી થાય.

ગ્રાહકનો વિશ્વાસ

M&Mનું લક્ષ્ય ગ્રાહકોનો વિશ્વાસ જાળવી રાખવાનો અને તેમને યોગ્ય કિંમતે ઉત્કૃષ્ટ ઉત્પાદન આપવાનો છે. સ્થિર કિંમતો બજારમાં ગ્રાહક સંખ્યાને વધુ મજબૂત કરશે.

માંગમાં વધારો થવાની અપેક્ષા

કંપનીએ સંકેત આપ્યો છે કે આવનારા મહિનાઓમાં તેમની ઇલેક્ટ્રિક વ્હીકલ રેન્જ અને ICE મોડલ્સની માંગ વધવાની અપેક્ષા છે. આ નિર્ણય ગ્રાહકોના હિતમાં છે અને ઓટો સેક્ટર માટે સકારાત્મક માહોલ તૈયાર કરે છે.


  • Follow us on: