કોલ ઈન્ડિયાની પેટાકંપની ભારત કોકિંગ કોલ લિમિટેડ (BCCL)ના IPO અંગે રોકાણકારોમાં ભારે ઉત્સાહ છે. બિડિંગના બીજા દિવસે આ ઈશ્યૂ 12 ગણાથી વધુ વખત સબસ્ક્રાઈબ થયો છે. ગ્રે માર્કેટ પ્રીમિયમમાં સતત વધારો અને બ્રોકરેજ હાઉસ તરફથી સકારાત્મક રેટિંગને કારણે તે રોકાણકારો માટે ટોચની પસંદગી બની ગયું છે. આ ઈશ્યુને તમામ કેટેગરીમાં શાનદાર રિસ્પોન્સ મળી રહ્યો છે. બિન-સંસ્થાકીય રોકાણકારો (NIIs)એ સૌથી વધુ 29 ગણું બુકિંગ કર્યું છે, ત્યારબાદ છૂટક રોકાણકારોએ 12 ગણું અને સંસ્થાકીય ખરીદદારો (QIBs) એ 33 ગણું બુકિંગ કર્યું છે.
IPOની મહત્વપૂર્ણ જાણકારી
- ઈશ્યૂ સાઈઝ: 1071.11 કરોડ રૂપિયા
- પ્રાઈઝ બેન્ડ: 21-23 રૂપિયા પ્રતિ શેર
- ઓછામાં ઓછું રોકાણ: 13,800 રૂપિયા
- છેલ્લી તારીખ: 13 જાન્યુઆરી
- અલોટમેન્ટ: 14 જાન્યુઆરી
- લિસ્ટિંગ તારીખ: 16 જાન્યુઆરીએ BSE અને NSE પર લિસ્ટિંગ થશે.
શું તમારે પૈસાનું રોકાણ કરવું જોઈએ?
મોટાભાગના બ્રોકરેજે રોકાણ કરવાની સલાહ આપી છે. બ્રોકરેજનું માનવું છે કે કંપનીનું વેલ્યુએશન તેના પ્રદર્શનની તુલનામાં આકર્ષક છે. કેટલાક લોકોએ 'લાંબા ગાળા માટે' આ IPOમાં રોકાણ કરવાની ભલામણ કરી છે. તેમના મતે, એકવાર લિસ્ટિંગ સ્થિર થઈ જાય, પછી તેમાં 1.5થી 2 ગણું વળતર આપવાની ક્ષમતા છે. તેની પાછળનું કારણ જણાવતા કહ્યું કે ભારત કોકિંગ કોલ લિમિટેડ ભારતની સૌથી મોટી કોકિંગ કોલ ઉત્પાદક છે અને દેવામુક્ત બેલેન્સ શીટ સાથે તેને સ્ટીલ ઉદ્યોગની વધતી માગનો સીધો ફાયદો થશે.
