સોમવારે જાહેર કરાયેલા સરકારી આંકડા મુજબ, નવેમ્બરમાં કુલ GST કલેક્શન 0.7 ટકા વધીને ₹1.70 લાખ કરોડ થયું છે. આયાત આવક 10.2 ટકા વધીને ₹45,976 કરોડ થઈ છે.

નવેમ્બરમાં GST દરમાં સકારાત્મક અસર

GSTમાં કરવામાં આવેલઆ ફેરફારની સકારાત્મક અસર આખા દેશમાં જોવા મળી રહી છે. સોમવારે જાહેર કરવામાં આવેલઆ આંકડા મુજબ નવેમ્બરમાં કુલ GST કલેક્શન ધરખમ વધારો જોવા મળ્યો છે. નવેમ્બરમાં કુલ GST કલેક્શન 0.7 ટકા વધીને ₹1.70 લાખ કરોડ થયું છે. નવેમ્બર 2024માં કુલ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST) કલેક્શન ₹1.69 લાખ કરોડ હતું, જે આ વર્ષે વધ્યું છે.જોકે, GST આવક 2.3 ટકા ઘટીને ₹1.24 લાખ કરોડથી વધુ થઈ છે.

નવેમ્બરમાં માલની આયાતમાંથી ફાયદો

આ દરમિયાન, નવેમ્બરમાં માલની આયાતમાંથી થતી આવકમાં વધારો થયો છે. આયાત આવક 10.2 ટકા વધીને ₹45,976 કરોડ થઈ છે. નવેમ્બરમાં ચોખ્ખી GST આવક ₹1,52,079 કરોડ હતી, જે પાછલા વર્ષની સરખામણીમાં 1.3% વધી હતી. વધુમાં, ચોખ્ખી આવક વાર્ષિક ધોરણે 7.3% વધીને ₹12,79,434 કરોડ થઈ. રિફંડમાં મિશ્ર વલણ જોવા મળ્યું, કુલ રિફંડ ₹18,196 કરોડ થયા, જે વાર્ષિક ધોરણે 4% ઘટાડો દર્શાવે છે. નિકાસ રિફંડમાં 3.5%નો વધારો થયો, જ્યારે સ્થાનિક રિફંડમાં 12%નો ઘટાડો થયો છે.

રાજ્યની આવકમાં પણ વધારો થયો

ગયા વર્ષની સરખામણીમાં નવેમ્બરમાં દેશના એકંદર કલેક્શનમાં વધારો થયો એટલું જ નહીં, પરંતુ મુખ્ય રાજ્યોમાં કલેક્શનમાં પણ વધારો થયો. હરિયાણાના કલેક્શનમાં 17 ટકા, કેરળમાં 8 ટકા અને આસામમાં 18 ટકાનો વધારો થયો છે. ગુજરાત અને તમિલનાડુના કલેક્શનમાં અનુક્રમે 1 ટકા અને 2 ટકાનો વધારો થયો. રાજસ્થાનમાં પણ 6%નો વધારો જોવા મળ્યો. GST દરમાં ઘટાડા બાદ નવેમ્બરમાં કલેક્શનમાં વર્ષ-દર-વર્ષ વધારો થયો હોવા છતાં, પાછલા મહિનાઓની સરખામણીમાં ઘટાડો થયો છે. 

આ પણ વાંચો: સરકારી કર્મચારીઓને ઝટકો! આજથી બંધ થઇ ગયા આ ઓપ્શન, હવે નહીં મેળવી શકો ફાયદો