આજની ભાગ દોડવાળી લાઇફ સ્ટાઇલ વચ્ચે પોતાના પગભર ઉભા રહેવુ કે બિઝનેસ શરૂ કરવો એટલું સરળ નથી અને એ પણ રસાકસી વાળા માર્કેટમાં. પરંતુ જેમ જેમ ટેકનોલોજી વધતી ગઇ તેમ તેમ બધુ જ સરળ બનતુ ગયુ છે. માત્ર સમજ અને સાચા આઇડિયાની જ જરૂરત છે. આ બંને હોય તો કોઇ પણ વ્યક્તિ ઓછા રૂપિયામાં પોતાની ઓનલાઇન કમાણી જોરદાર શરૂ કરી શકે છે.


આજે ઘણાં એવા ઓનલાઇન બિઝનેસ ઉપલબ્ધ છે, જેને તમે માત્ર 5000 રૂપિયામાં શરૂ કરી શકો છો અને સારી કમાણી મેળવી શકો છો. તેમાં સૌપ્રથમ વિકલ્પ છે ‘ડિજિટલ રીસેલિંગ’. જ્યાં તમને પોતે પ્રોડક્ટ બનાવવાની કે સ્ટોક રાખવાની જરૂર પડતી નથી. ફક્ત સપ્લાયર સાથે જોડાઓ, કેટલોગ બનાવો અને સોશિયલ મીડિયા પર તેનો પ્રચાર કરો. દરેક સેલ પર તમારું માર્જિન મળે છે. યોગ્ય પ્રોમોશનથી થોડા મહિનામાં સારી આવક શરૂ થઇ શકે છે.

બીજો ઓપ્શન પ્રિન્ટ ઓન ડિમાન્ડ

તે ઉપરાંત ‘પ્રિન્ટ ઓન ડિમાન્ડ’ બિઝનેસ પણ ઘણો સારો વિકલ્પ છે. તેમાં તમને ટી-શર્ટ, મગ, હૂડી અથવા ફોન કવર જેવા પ્રોડક્ટ્સ પર કસ્ટમ ડિઝાઈન લગાવીને વેચવાના હોય છે. તમે ડિઝાઇન અપલોડ કરશો, ઓર્ડર મળતાની સાથે જ થર્ડ પાર્ટી કંપની પ્રિન્ટિંગ અને ડિલિવરી સંભાળી લે છે. શરૂઆતનો ખર્ચ બહુ ઓછો હોય છે પરંતુ કમાણી સારી થઈ શકે છે.

માર્કેટિંગ બિઝનેસ

એફિલિએટ માર્કેટિંગ બિઝનેસ પણ એક ઉત્તમ ઓપ્શન છે. તેમાં તમે કોઈ બ્રાન્ડના પ્રોડક્ટ અથવા સર્વિસનું પ્રમોશન કરી શકો છો. તમારી લિંક દ્વારા થયેલી દરેક સેલ પર તમને કમિશન મળે છે. તેને બ્લોગ, ઈન્સ્ટાગ્રામ, યુટ્યુબ અથવા વોટ્સએપ કમ્યુનિટી દ્વારા સરળતાથી ચલાવી શકાય છે.

આ પણ વાંચોઃ Flashback 2025: વર્ષ 2025ના એ 5 IPOs જેણે રોકાણકારોને આપ્યો જોરદાર ઝટકો


  • Follow us on: