વર્ષ 2025 શેર બજાર માટે ઘણું જ ઉથલપથલ ભરેલું રહ્યું. એક તરફ જ્યાં કેટલીય કંપનીઓના IPOએ લિસ્ટિંગના દિવસે જ નિવેશકોના પૈસા બેગણાં કરી આપ્યા, ત્યાં બીજી તરફ કેટલીક એવી પણ કંપનીઓ રહી જેણે રોકાણકારોની મહેનતની કમાણી ડૂબાડી દીધી.આવા કેટલાંક શેરો વિશે જાણીએ જેણે અનેકના પૈસા ડૂબાડ્યા....

1. વીએમએસ ટીએમટી (VMS TMT Ltd.)

46%નો ઘટાડો TMT સળિયા બનાવતી કંપની ‘વી.એમ.એસ. TMT’ નો IPO પણ રોકાણકારો માટે ઘાટાનો સોદો સાબિત થયો. 24 સપ્ટેમ્બર 2025ના રોજ લિસ્ટ થયેલો આ શેર 99 રૂપિયાથી ઘટીને 53.26 રૂપિયે આવી ગયો છે, એટલે કે તેમાં 46.06%ની ભારે ઘટાડો આવ્યો છે.

2. જેમ એરોમેટિક્સ (Gem Aromatics Ltd.)

57%ની ઘટાડો આ વર્ષે સૌથી મોટી ‘વેલ્થ ડિસ્ટ્રોયર’ સાબિત થયેલી કંપની જેમ એરોમેટિક્સ રહી છે. 26 ઓગસ્ટ 2025ના રોજ લિસ્ટ થયેલો આ શેર તેના ઇશ્યૂ પ્રાઇસ 325 રૂપિયાથી ઘટીને હવે માત્ર 139.97 રૂપિયે આવી ગયો છે. રોકણકારોને કુલ 56.94%નો નુકસાન થયુ છે.

3. ગ્લોટિસ લિમિટેડ (Glottis Ltd.)

54%નો ઘટાડો લોજિસ્ટિક્સ કંપની ‘ગ્લોટિસ લિમિટેડ’ ત્રીજા નંબર પર રહી. 7 ઓક્ટોબર 2025ના રોજ લિસ્ટ થયેલી આ કંપનીએ પહેલા જ દિવસે નિવેશકોને 35%નો ઝટકો આપ્યો હતો. 129 રૂપિયાનો શેર હવે ઘટીને 59.19 રૂપિયે આવી ગયો છે, જેનાથી કુલ 54.17%નો ઘટાડો નોંધાયો છે.

4. જારો ઇન્સ્ટિટ્યૂટ (Jaro Institute of Technology Management & Research)

40%નો ઘટાડો મોંઘી શિક્ષા આપતી એડટેક કંપની ‘જારો ઇન્સ્ટિટ્યૂટ’ નો શેર પણ તેની ઊંચી કિંમતને ન્યાય અપાવી શક્યો નથી. 30 સપ્ટેમ્બર 2025ના રોજ 890 રૂપિયાના ભારે રકમે આવેલો IPO હવે 536.45 રૂપિયે આવી ગયો છે. તેમાં 39.8%નો ઘટાડો નોંધાયો છે. લિસ્ટિંગના દિવસે જ શેર 16% તૂટ્યો હતો.

5. એરિસઇન્ફ્રા સોલ્યુશન્સ (Arisinfra Solutions Ltd.)

43%નો ઘટાડો જૂન 2025માં આવેલ કન્સ્ટ્રક્શન મટીરિયલ સપ્લાઈ કરતી કંપની ‘એરિસઇન્ફ્રા સોલ્યુશન્સ’ એ પણ રોકાણકારોને નિરાશ કર્યા. 222 રૂપિયાના ઇશ્યૂ પ્રાઇસ ધરાવતા આ શેર હવે ઘટીને 125.21 રૂપિયે આવી ગયા છે, જેના કારણે 43.47%નું નુકસાન થયું છે.

Disclaimer :અહીં આપેલી માહિતી ફક્ત માહિતીના હેતુ માટે છે. બજારમાં રોકાણ કરવું બજારના જોખમોને આધીન છે.રોકાણ કરતા પહેલા હંમેશા નિષ્ણાતની સલાહ લો.

આ પણ વાંચોઃ ગુજરાતવાસીઓને માટે આવ્યા હતા ગર્વના સમાચાર, અમદાવાદ બનશે કોમનવેલ્થ ગેમ્સ 2030નું યજમાન