CBIએ રિલાયન્સ ADA ગ્રુપ સાથે સંકળાયેલા કથિત બેન્ક છેતરપિંડી કેસમાં મોટી કાર્યવાહી કરતાં રિલાયન્સ કેપિટલ લિમિટેડના પૂર્વ મુખ્ય નાણાકીય અધિકારી (CFO) અમિત બાપનાની ધરપકડ કરી છે. CBIના જણાવ્યા અનુસાર અમિત બાપના ઓગસ્ટ 2014થી ડિસેમ્બર 2019 સુધી કંપનીના CFO તરીકે કાર્યરત હતા અને નાણાકીય નિર્ણયો લેવામાં તેમની મહત્વપૂર્ણ ભૂમિકા હતી.
https://twitter.com/ANI/status/2073419890179162561
અમિત બાપના પર શું છે આરોપ?
તપાસ એજન્સીનો આરોપ છે કે અમિત બાપનાએ એવી અનેક મધ્યસ્થ (ઈન્ટરમિડિયરી) કંપનીઓને લોન મંજૂર કરવામાં અને અપાવવામાં ભૂમિકા ભજવી હતી, જેનો ઉપયોગ કથિત રીતે નાણાંના ગેરવહીવટ માટે કરવામાં આવ્યો હતો. તપાસમાં સામે આવ્યું છે કે રિલાયન્સ કોમર્શિયલ ફાઈનાન્સ લિમિટેડ (RCFL)એ બેન્કો પાસેથી મેળવેલી લોન મધ્યસ્થ કંપનીઓ મારફતે રિલાયન્સ કેપિટલ, રિલાયન્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને રિલાયન્સ પાવર જેવી ગ્રુપ કંપનીઓ સુધી પહોંચાડવામાં આવી હતી. CBIનું કહેવું છે કે આ પ્રક્રિયા ભારતીય રિઝર્વ બેન્ક (RBI)ના નિયમો અને બેન્કોની લોન શરતોના વિરુદ્ધ હતી.
અત્યાર સુધીમાં કુલ છ આરોપીઓની ધરપકડ
CBIએ જણાવ્યું કે અમિત બાપના અગાઉથી જ EDના એક કેસમાં તિહાર જેલમાં ન્યાયિક કસ્ટડીમાં હતા. સ્પેશિયલ કોર્ટના પ્રોડક્શન વોરંટના આધારે તેમને 4 જુલાઈ, 2026ના રોજ સત્તાવાર રીતે ધરપકડ કરવામાં આવી હતી. કોર્ટે તેમને વધુ પૂછપરછ માટે ચાર દિવસની CBI રિમાન્ડ પર મોકલ્યા છે. CBIએ અત્યાર સુધી રિલાયન્સ કોમ્યુનિકેશન્સ (RCom), રિલાયન્સ હોમ ફાઈનાન્સ (RHFL), રિલાયન્સ કોમર્શિયલ ફાઇનાન્સ (RCFL) અને રિલાયન્સ ટેલિકોમ (RTL) સંબંધિત કુલ સાત કેસ નોંધ્યા છે. આ કેસો વિવિધ સરકારી બેન્કો અને LICની ફરિયાદોના આધારે દાખલ થયા છે. મળતી માહિતી મુજબ રિલાયન્સ ADA ગ્રુપ સાથે જોડાયેલા આ કેસોમાં અત્યાર સુધી કુલ છ આરોપીઓની ધરપકડ થઈ ચૂકી છે અને સમગ્ર મામલાની તપાસ હજુ પણ ચાલુ છે.
આ પણ વાંચો : New EPF Scheme 2026: 31 લાખ PF ખાતામાં પડેલા 9,330 કરોડનો કોઈ દાવેદાર નથી, RTIમાં મોટો ખુલાસો