નવા વર્ષ 2026 ની શરૂઆત ભારતીય ગ્રાહકો માટે થોડી રાહત લાવવાની તૈયારીમાં છે. પેટ્રોલિયમ અને કુદરતી ગેસ નિયમનકારી બોર્ડે રેટ ઘટાડવાની લઇને જાહેરાત કરી છે. છે.જેના કારણે દેશભરમાં CNG (કોમ્પ્રેસ્ડ નેચરલ ગેસ) અને PNG (પાઇપ્ડ નેચરલ ગેસ) ના ભાવમાં પ્રતિ યુનિટ 2 થી 3 રૂપિયાનો ઘટાડો થશે.
ખિસ્સા પરનો બોજ ₹2 થી ₹3 સુધી ઘટી જશે
PNGRB ના સભ્ય એ.કે. તિવારીના જણાવ્યા અનુસાર નિયમનકારે ગેસ વિતરણ માળખાને સરળ બનાવ્યું છે. અગાઉ અંતરના આધારે ત્રણ ઝોનમાં વિભાજિત ટેરિફ હવે ઘટાડીને બે કરવામાં આવ્યા છે.નવા નિયમ મુજબ, "ઝોન 1" હવે દેશભરના CNG અને ઘરેલુ PNG ગ્રાહકોને લાગુ પડશે. ઝોન 1 માટેનો દર હવે અનુક્રમે ₹80 અને ₹107 થી ઘટાડીને ₹54 કરવામાં આવ્યો છે. આ ફેરફારથી સામાન્ય માણસના ખિસ્સા પરનો બોજ ₹2 થી ₹3 સુધી ઘટી જશે.
કોને કોને મળશે ફાયદો?
આ નવા ટેરિફ સ્ટ્રક્ચર ભારતની 40 ગેસ ડિસ્ટ્રીબ્યુશન કંપનીઓ હેઠળ આવનારા 312 ભોગોલિક ક્ષેત્રોને કવર કરશે, આ નિર્ણયથી CNG પર ચાલતી કાર્સ, ઓટો અને બસનો પણ ખર્ચ ઘટશે. સાથે સાથે ઘરોમાં પણ ઉપયોગ થતી PNG પણ સસ્તુ થશે.જેનાથી મહિનાનુ બજેટ પણ સુધરશે....










