કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO) દ્વારા અચાનક પેન્શન બંધ કરી દેવા પાછળનું મુખ્ય કારણ સમયસર જીવન પ્રમાણપત્ર સબમિટ ન કરવાનું હોઈ શકે છે. આ સમસ્યાના ઉકેલ માટે પેન્શનરોએ ચિંતા કરવાની જરૂર નથી, કારણ કે તેઓ ઘરે બેઠા જ ડિજિટલ જીવન પ્રમાણપત્ર (DLC) સબમિટ કરીને પેન્શન ફરી શરૂ કરી શકે છે. સંસ્થા દ્વારા પેન્શનની પ્રક્રિયાને સંપૂર્ણપણે ડિજિટાઇઝ્ડ કરવામાં આવી છે જેથી વરિષ્ઠ નાગરિકોને વારંવાર ઓફિસોના ધક્કા ખાવામાંથી મુક્તિ મળી શકે.
ફરજિયાતપણે ડિજિટલ પ્રમાણપત્ર દમા કરાવવું પડશે
પેન્શન નિયમો મુજબ દરેક EPFO પેન્શનરે કોઈપણ પ્રકારના અવરોધ વિના નિયમિત પેન્શન મેળવતા રહેવા માટે દર વર્ષે ફરજિયાતપણે ડિજિટલ જીવન પ્રમાણપત્ર જમા કરાવવું પડે છે. આ પ્રમાણપત્ર પેન્શનરના અસ્તિત્વના પુરાવા તરીકે કાર્ય કરે છે અને તે સબમિટ કર્યાની તારીખથી આખા એક વર્ષ સુધી સંપૂર્ણપણે માન્ય રહે છે. પેન્શનરો EPFO ની વેબસાઇટ પર જઈને પોતાના પોર્ટલ દ્વારા અગાઉ આપેલા પ્રમાણપત્રની માન્યતાની તારીખ સરળતાથી ચકાસી શકે છે.
'UMANG' અને 'Aadhaar Face RD' એપ્સ દ્વારા કરો પ્રક્રિયા
જો કોઈ કારણોસર જીવન પ્રમાણપત્ર બાકી રહેવાથી પેન્શન રોકી દેવાયું હોય, તો સ્માર્ટફોન દ્વારા 'UMANG' અને 'Aadhaar Face RD' એપ્સ ડાઉનલોડ કરીને આ પ્રક્રિયા જાતે જ પૂર્ણ કરી શકાય છે. એપ્લિકેશનમાં જરૂરી વિગતો ભરીને અને ફેસ ઓથેન્ટિકેશન દ્વારા ચહેરો સ્કેન કરીને ડિજિટલ લાઇફ સર્ટિફિકેટ ઘર બેઠા જ સફળતાપૂર્વક જનરેટ થઈ જાય છે. આ ઓનલાઈન પદ્ધતિ ખૂબ જ સરળ હોવાથી કોઈપણ વૃદ્ધ પેન્શનર ટેક્નોલોજીની મદદથી આરામથી આ કામ પૂરું કરી શકે છે.
ડોરસ્ટેપ સેવા ઉપલબ્ધ
જે પેન્શનરો સ્માર્ટફોન કે ઓનલાઈન પ્રક્રિયા જાતે કરવા સક્ષમ નથી, તેમના માટે EPFO એ ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંક (IPPB) સાથે મળીને મફત ઘરઆંગણે સેવા ઉપલબ્ધ બનાવી છે. આ સુવિધાનો લાભ લેવા માટે પેન્શનરે માત્ર આપેલા ટોલ-ફ્રી નંબર પર કોલ કરવાનો રહે છે, ત્યારબાદ પોસ્ટલ કર્મચારી સીધા ઘરે આવીને પ્રમાણપત્ર જમા કરવાની પ્રક્રિયા પૂરી કરાવે છે.
આ પણ વાંચોઃ CJP Protest: દિલ્હીમાં સુરક્ષા વ્યવસ્થા કરાઇ કડક, વિરોધ પ્રદર્શનો વચ્ચે CRPF અને RAF ની 24 કંપનીઓ એરલિફ્ટ