EPFO હવે પોતાના સભ્યો માટે PF ક્લેમ પ્રક્રિયા વધુ સરળ બનાવવા UPI આધારિત નવી સેવા શરૂ કરવાની તૈયારીમાં છે. કેન્દ્રિય શ્રમ મંત્રી મનસુખ માંડવિયાએ માહિતી આપી હતી કે EPFO 3.0 હેઠળ સભ્યો સીધા પોતાના UPI સાથે જોડાયેલા બેન્ક ખાતામાં PFની રકમ ટ્રાન્સફર કરી શકશે. આ સેવા માટેની ટેસ્ટિંગ પણ પૂર્ણ થઈ ચૂકી છે.
રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પણ અપડેટ હોવો જોઈએ
જોકે, UPI દ્વારા PF ઉપાડવા માટે સભ્યોએ કેટલીક જરૂરી બાબતો પહેલેથી જ પૂર્ણ કરવી પડશે. સૌથી પહેલા UAN (Universal Account Number) એક્ટિવ હોવું જરૂરી છે. જો UAN સક્રિય નહીં હોય તો PF ઉપાડ, KYC વેરિફિકેશન અને અન્ય ડિજિટલ સેવાઓમાં મુશ્કેલી આવી શકે છે. તે ઉપરાંત પાસવર્ડ અને રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પણ અપડેટ હોવા જોઈએ. ઘણા લોકો મોબાઈલ નંબર બદલાયા બાદ માહિતી અપડેટ કરતા નથી, જેના કારણે OTP આધારિત વેરિફિકેશનમાં સમસ્યા થઈ શકે છે.
