ભારતમાં છેલ્લા નાણાકીય વર્ષ 2026 દરમિયાન ETF (એક્સચેન્જ ટ્રેડેડ ફંડ)માં રેકોર્ડબ્રેક રોકાણ નોંધાયું છે. મળતી માહિતી મુજબ FY26માં ETFમાં ₹1.81 લાખ કરોડથી વધુ નેટ ઈન્ફ્લો આવ્યો છે, જે અત્યાર સુધીનો સર્વોચ્ચ છે. AMFIના આંકડા અનુસાર આ રકમ FY22ના ₹83,390 કરોડના અગાઉના રેકોર્ડ કરતા પણ બે ગણી વધારે છે.


સિલ્વર ETFમાં ભારે રોકાણ થયું

આ વધારાના રોકાણ પાછળનું મુખ્ય કારણ કોમોડિટી ETF પ્રત્યે વધતો રસ છે. ખાસ કરીને ગોલ્ડ અને સિલ્વર ETFમાં ભારે રોકાણ થયું છે. FY26 દરમિયાન ગોલ્ડ ETFમાં ₹68,868 કરોડ અને સિલ્વર ETFમાં ₹30,412 કરોડનું રોકાણ આવ્યું, જે કુલ ETF ઈન્ફ્લોના લગભગ 55% જેટલું છે. જ્યારે ઈક્વિટી ETFમાં ₹77,780 કરોડ (43%) અને ડેટ ETFમાં ₹4,066 કરોડનું રોકાણ નોંધાયું.

ETF માર્કેટમાં ટ્રેડિંગ એક્ટિવિટી પણ નોંધપાત્ર રીતે વધી

રોકાણકારો હવે પોર્ટફોલિયો ડાયવર્સિફિકેશન માટે ETFનો વધુ ઉપયોગ કરી રહ્યા છે. ગોલ્ડ ETFમાં તો એક જ વર્ષમાં છેલ્લા પાંચ વર્ષના કુલ રોકાણથી પણ વધુ ઈન્ફ્લો નોંધાયો છે. ગોલ્ડ ETFનું AUM પણ ₹59,000 કરોડથી વધીને ₹1.71 લાખ કરોડથી વધુ થયું છે. ટેક્સ ફાયદા અને સોનાં-ચાંદીના વધતા ભાવને કારણે પણ રોકાણકારોનું આકર્ષણ વધ્યું છે. FY26માં ETF માર્કેટમાં ટ્રેડિંગ એક્ટિવિટી પણ નોંધપાત્ર રીતે વધી છે, જે બજારમાં વધતી ભાગીદારી દર્શાવે છે.

આ પણ વાંચો : Business News : 304 કરોડની ખોટમાંથી 1,942 કરોડના નફામાં આવી કંપની, 4 મેના રોજ શેર પર જોવા મળશે અસર

ડિસ્કલેમર: શેરબજારમાં કે મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરતા પહેલા તમારા ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ અવશ્ય લો.


  • Follow us on: