જિંદાલ ગ્રુપની સ્ટીલ કંપની JSW Steel માટે માર્ચ 2026 ત્રિમાસિક પરિણામો ખૂબ જ સકારાત્મક રહ્યા છે. કંપનીએ ગયા વર્ષે થયેલા ₹304 કરોડના ભારે નુકસાનમાંથી બહાર આવીને આ વર્ષે ₹1,041 કરોડનો કન્સોલિડેટેડ નફો નોંધાવ્યો છે. મજબૂત આવક વૃદ્ધિ અને ઓપરેશનલ સુધારાના કારણે આ નોંધપાત્ર ફેરફાર જોવા મળ્યો છે.
ટેક્સ પહેલાનો નફો ₹72 કરોડથી વધીને ₹1,074 કરોડ થયો
માર્ચ ત્રિમાસિક દરમિયાન કંપનીનું નેટ રેવેન્યુ પણ 24.36% વધીને ₹13,255 કરોડથી ₹16,484 કરોડ પર પહોંચ્યું છે. ટેક્સ પહેલાનો નફો ₹72 કરોડથી વધીને ₹1,074 કરોડ થયો છે, જે કંપનીના મજબૂત પ્રદર્શનને દર્શાવે છે. આ ઉપરાંત કંપનીનો એડજસ્ટેડ ઓપરેટિંગ નફો પણ 17.59% વધીને ₹2,647 કરોડ થયો છે, જે વધતા ખર્ચ વચ્ચે પણ પ્રોફિટેબિલિટીમાં સુધારો દર્શાવે છે.
શેરહોલ્ડર્સને કંપની આપશે ડિવિડન્ડ
કંપનીએ શેરહોલ્ડર્સ માટે પ્રતિ શેર ₹2નું ડિવિડન્ડ જાહેર કર્યું છે. આ જાહેરાતની શેરબજાર પર અસર જોવા મળી શકે છે. છેલ્લા ટ્રેડિંગ દિવસે, કંપનીનો શેર BSE પર ₹1,223.85 પર બંધ થયો હતો. પૂરા નાણાકીય વર્ષ માટે કંપનીનો નફો ₹2,846 કરોડથી વધીને ₹3,361 કરોડ થયો છે, જ્યારે આવક ₹49,932 કરોડથી વધીને ₹53,553 કરોડ થઈ છે. કંપનીના જણાવ્યા મુજબ ઉત્પાદન અને વેચાણ બંનેમાં રેકોર્ડ સ્તર નોંધાયું છે. શેર પ્રદર્શનની વાત કરીએ તો ગયા વર્ષે ₹832.55ના નીચા સ્તરથી વધીને એપ્રિલ 2026માં ₹1,306 સુધી પહોંચી ગયો છે, જે લગભગ 57%નો ઉછાળો દર્શાવે છે.
આ પણ વાંચો : Isha Ambaniએ ખરીદી પ્રિયંકા ચોપરાની બ્રાન્ડ 'Anomaly', જાણો શું છે કંપનીનો બિઝનેસ
ડિસ્કલેમર: શેરબજારમાં કે મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરતા પહેલા તમારા ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ અવશ્ય લો.