રિલાયન્સ રિટેલે એક મોટી બિઝનેસ ડીલ કરી છે. અભિનેત્રી પ્રિયંકા ચોપરા જોનાસના ગ્લોબલ હેરકેર બ્રાન્ડ 'Anomaly'ને ખરીદી લીધી છે. આ ડીલ સાથે રિલાયન્સે પોતાના બ્યુટી અને પર્સનલ કેર બિઝનેસને વધુ મજબૂત બનાવવાની દિશામાં મહત્વપૂર્ણ પગલું ભર્યું છે. કંપનીએ જણાવ્યું છે કે આ ખરીદીમાં 'Anomaly' બ્રાન્ડના તમામ ટ્રેડમાર્ક, અધિકારો અને ડિજિટલ પ્લેટફોર્મ્સનો સમાવેશ થાય છે. એટલે હવે આ બ્રાન્ડનું સંપૂર્ણ માલિકી રિલાયન્સ રિટેલ પાસે રહેશે. જોકે આ ડીલની કિંમત જાહેર કરવામાં આવી નથી.













