ભારતીય શેરબજારમાં રોકાણ કરનારાઓ માટે મહત્વપૂર્ણ સમાચાર છે. શુક્રવાર, 1 મેના રોજ દેશના મુખ્ય સ્ટોક એક્સચેન્જ નેશનલ સ્ટોક એક્સચેન્જ અને બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE) સંપૂર્ણ રીતે બંધ રહેશે. મહારાષ્ટ્ર દિવસના અવસર પર આ રજા આપવામાં આવી છે, જેના કારણે આ દિવસે કોઈપણ પ્રકારની ટ્રેડિંગ શક્ય નહીં રહે.


શું MCX પણ રહેશે બંધ?

આ દિવસે રોકાણકારો ઈક્વિટી, ડેરિવેટિવ્સ (ફ્યુચર્સ અને ઓપ્શન્સ) તેમજ સિક્યુરિટીઝ લેન્ડિંગ અને બોરોઈંગ (SLB) સંબંધિત કોઈપણ વ્યવહાર કરી શકશે નહીં. એટલે કે સમગ્ર દિવસ દરમિયાન બજારમાં ખરીદી-વેચાણ બંધ રહેશે. કોમોડિટી માર્કેટની વાત કરીએ તો મલ્ટી કોમોટિડી એક્સચેન્જ ઓફ ઈન્ડિયા (MCX)માં સવારે 9:00થી 5:00 વાગ્યા સુધીનો સેશન બંધ રહેશે, પરંતુ સાંજનો સેશન 5:00થી 11:55 સુધી સામાન્ય રીતે ચાલુ રહેશે. બીજી તરફ National Commodity & Derivatives Exchange (NCDEX) આખો દિવસ બંધ રહેશે.

28 મેએ પણ માર્કેટ રહેશે બંધ?

2026 દરમિયાન પણ શેરબજારમાં કુલ આશરે 9 રજાઓ રહેશે. મે મહિનામાં જ બે રજાઓ આવશે — 1 મે (મહારાષ્ટ્ર દિવસ) અને 28 મે. ત્યારબાદ 26 જૂને મુહર્રમના કારણે બજાર બંધ રહેશે. જુલાઈ અને ઓગસ્ટમાં કોઈ રજા નહીં હોય, જ્યારે સપ્ટેમ્બર અને ડિસેમ્બરમાં એક-એક રજા રહેશે. ઓક્ટોબર અને નવેમ્બરમાં બે-બે રજાઓ રહેશે. બજાર બંધ રહેવાના કારણે રોકાણકારો આ દિવસે કોઈ ટ્રેડિંગ નહીં કરી શકે, પરંતુ પોર્ટફોલિયોનું મૂલ્યાંકન અને આગામી રણનીતિ બનાવવા માટે આ સમય ઉપયોગી બની શકે છે.

આ પણ વાંચો : Adani Ports Q4 Results : અદાણી પોર્ટને 3,329 કરોડ રૂપિયાનો થયો નફો, રેવન્યુમાં આવ્યો 26 ટકાનો ઉછાળો

 ડિસ્કલેમર: શેરબજારમાં કે મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરતા પહેલા તમારા ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ અવશ્ય લો.



  • Follow us on: