ભારતીય ઈક્વિટી માર્કેટમાં 30 મેના રોજ શુક્રવારે ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટર્સ (FPIs) ભારે વેચવાલી કરનાર તરીકે સામે આવ્યા છે. એક જ ટ્રેડિંગ સેશનમાં તેમણે કુલ ₹20,637 કરોડની નેટ વેચવાલી કરી છે, જે છેલ્લા ઘણા વર્ષોમાં એક દિવસમાં થયેલી સૌથી મોટી વેચવાલીમાંની એક ગણાય છે. આ મોટાપાયે વેચવાલી એવા સમયે જોવા મળી જ્યારે બજાર MSCI ઇન્ડેક્સમાં થયેલા તાજેતરના ફેરફારોના દબાણ હેઠળ હતું.

બેન્ચમાર્ક ઈન્ડેક્સમાં લગભગ 1.5 ટકા સુધીનો ઘટાડો નોંધાયો

મળતી માહિતી મુજબ અગાઉ સૌથી મોટી વેચવાલી 2 એપ્રિલ 2026ના રોજ નોંધાઈ હતી, જ્યારે FIIsએ એક જ દિવસે ₹19,837 કરોડ બજારમાંથી ઉપાડ્યા હતા. આ દિવસે બેન્ચમાર્ક ઈન્ડેક્સમાં લગભગ 1.5 ટકા સુધીનો ઘટાડો નોંધાયો હતો. બજાર નિષ્ણાતોના મત મુજબ સત્રના અંતે જોવા મળેલી નબળાઈનો મોટો હિસ્સો ઈન્ડેક્સ સંબંધિત પેસિવ ફંડ ફ્લો અને રીબેલેન્સિંગને કારણે હતો. NSEના આંકડા મુજબ, કુલ ₹2,87,452 કરોડના ટ્રેડિંગ વોલ્યુમમાંથી FPIsનો હિસ્સો ₹1,98,465 કરોડ રહ્યો હતો, જે કુલ ટ્રેડિંગ વોલ્યુમનો લગભગ 69 ટકા ભાગ બને છે.

DIIsએ ₹16,260 કરોડની નેટ ખરીદી કરી

આ આંકડો વિદેશી રોકાણકારોની ભારે સક્રિયતાને દર્શાવે છે. જ્યારે FPIsએ એક તરફ નેટ વેચવાલી કરી, ત્યારે બીજી તરફ ડોમેસ્ટિક ઈન્સ્ટિટ્યુશનલ ઈન્વેસ્ટર્સ (DIIs)એ ₹16,260 કરોડની નેટ ખરીદી કરી હતી. તેમનું કુલ ટ્રેડિંગ વોલ્યુમ ₹53,772 કરોડ રહ્યું હતું. બજારમાં આ ભારે ટ્રેડિંગ એક્ટિવિટી પછી પ્રશ્ન ઉઠી રહ્યો છે કે શું આ સંપૂર્ણપણે MSCI રીબેલેન્સિંગને કારણે હતું કે પછી હાઈ-ફ્રીક્વન્સી ટ્રેડિંગ (HFT) જેવી ટૂંકા ગાળાની ટ્રેડિંગ સ્ટ્રેટેજીનો પણ તેમાં મોટો ભાગ હતો. નિષ્ણાતોના કહેવા મુજબ, આ પ્રકારની ભારે વોલ્યુમવાળી પ્રવૃત્તિથી બજારમાં તાત્કાલિક અસ્થિરતા વધી શકે છે અને વિદેશી રોકાણના વાસ્તવિક પ્રવાહને સમજવામાં પણ મુશ્કેલી ઊભી થઈ શકે છે.

આ પણ વાંચો : Spicejet પર વધ્યું આર્થિક સંકટ, GST વિભાગે ફટકારી રૂપિયા 124.65 કરોડની ટેક્સ નોટિસ

ડિસ્કલેમર: શેરબજારમાં કે મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરતા પહેલા તમારા ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ અવશ્ય લો.