Gold Hallmarking:  તહેવારોની સિઝન શરૂ થાય તે પહેલાં જ બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ્સ (BIS)એ હોલમાર્કિંગ ચાર્જ વધારી દીધો છે. હોલમાર્કિંગ ફીમાં લગભગ 67%નો વધારો કરવામાં આવ્યો છે. અગાઉ પ્રતિ આર્ટિકલ ₹45 ચાર્જ હતો, જે હવે વધારીને ₹75 કરવામાં આવ્યો છે.

સોનાના દાગીનાં પર લાગશે હોલમાર્કિંગ ફી

હોલમાર્કિંગ ફી સોનાના દાગીના અને આર્ટવર્ક પર લાગુ પડે છે. હવે દરેક આર્ટિકલ માટે ₹45ની જગ્યાએ ₹75 ચૂકવવાના રહેશે. આ ફેરફાર BIS (Hallmarking) Amendment Rules, 2026 હેઠળ કરવામાં આવ્યો છે. જોકે, ફીમાં ₹30નો વધારો થયો છે તેનો સીધો અર્થ એ નથી કે ગ્રાહકે ફરજિયાતપણે ₹30 વધારે ચૂકવવા પડશે.

Gold

ગ્રાહકો પર સીધી અસર નહીં

આ હોલમાર્કિંગ ચાર્જ જ્વેલર્સે ચૂકવવાના હોય છે, તેથી ગ્રાહકો પાસેથી સીધો આ ચાર્જ વસૂલવાનો નથી. ₹75ની ફી જ્વેલર્સ હોલમાર્કિંગ સેન્ટરને ચૂકવશે. સરકારી નોટિફિકેશનમાં પણ સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે આ ચાર્જ સીધો ગ્રાહક પાસેથી લેવામાં ન આવવો જોઈએ.

જ્વેલર્સ કેવી રીતે વધેલો ખર્ચ વસૂલી શકે?

જ્વેલર્સ ઇચ્છે તો વધેલા ₹30ના ખર્ચને પોતે ભોગવી શકે છે. અથવા તેઓ આ વધારાનો ખર્ચ દાગીનાના મેકિંગ ચાર્જ અથવા તેની કુલ કિંમતમાં સામેલ કરી શકે છે.

Gold

BISને કેટલો ચાર્જ મળશે?

સરકારી નોટિફિકેશન મુજબ, હોલમાર્કિંગ સેન્ટર્સે BISને સોનાની દરેક વસ્તુ પર ₹7.50 ચૂકવવાના રહેશે. જોકે, એક કન્સાઇનમેન્ટ માટે ઓછામાં ઓછા ₹20 ચૂકવવાના રહેશે. ચાંદીની દરેક વસ્તુ પર BISને ₹3.50, જ્યારે એક કન્સાઇનમેન્ટ માટે ઓછામાં ઓછા ₹15 ચૂકવવાના રહેશે. આ રકમ પર ટેક્સ અલગથી લાગશે.

કન્સાઇનમેન્ટની ફીમાં કોઈ ફેરફાર નહીં

કન્સાઇનમેન્ટની મિનિમમ ફી ₹200 યથાવત રાખવામાં આવી છે. એટલે એક કન્સાઇનમેન્ટ માટે ઓછામાં ઓછા ₹200 ચૂકવવાના રહેશે. ચાંદીની વસ્તુઓ માટે પણ નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યો નથી. ચાંદીની દરેક વસ્તુની હોલમાર્કિંગ ફી ₹35 જ રહેશે, જ્યારે કન્સાઇનમેન્ટ ચાર્જ ₹150 રહેશે.

આ પણ વાંચો: Ahmedabadની SRK JEWELS સાથે 1.56 કરોડની ઠગાઈ, ચેન્નાઈના 4 વેપારીઓ સામે નોંધાઈ ફરિયાદ