સોના-ચાંદીની કિંમતોમાં ધરખમ વધારો જોવા મળી રહ્યો છે, તેની વચ્ચે આ કિંમતી ધાતુઓ સાથે જોડાયેલી કંપનીઓના શેર પર રોકાણકારોની નજર છે. ત્યારે એક કંપનીનો શેર આગામી દિવસોમાં ફોક્સમાં રહેવાનો છે. જે ગોલ્ડ લોન આપે છે. મનપ્પુરમ ફાઈનાન્સ લિમિટેડને બહેન કેપિટલ દ્વારા 41 ટકાથી વધારેની ભાગીદારી લેવા માટે RBI તરફથી મંજૂરી મળી ગઈ છે. તેની અસર કંપનીના શેર પર જોવા મળી શકે છે.

કેટલા રૂપિયાનું રોકાણ કરશે કંપની?

રિઝર્વ બેન્કે મનપ્પુરમ ફાઈનાન્સને શનિવારે બેન કેપિટલની સહયોગી કંપનીઓ બીસી એશિયા ઈન્વેસ્ટમેન્ટસ XXV લિમિટેડ અને બીસી એશિયા ઈન્વેસ્ટમેન્ટસ XIV લિમિટેડ દ્વારા 41.66 ટકાની ભાગદારીને અધિગ્રહણ કરવા માટે મંજૂરી મળી છે. મળતી માહિતી મુજબ ડીલ હેઠળ બેન કેપિટલ ડાઈલ્યુટેડ આધાર પર 18 ટકા ભાગીદારી માટે લગભગ 4,385 કરોડ રૂપિયાનું રોકાણ કરશે, જે 236 રૂપિયા પ્રતિ શેરની ગણતરીથી ઈક્વિટી શેર અને વોરંટની પ્રેફરન્શિયલ ફાળવણી દ્વારા કરવામાં આવશે. ત્યારે ઓપન ઓફર દ્વારા તે 41.66 ટકા સુધી કરવામાં આવી શકે છે.

મનપ્પુરમ ફાઈનાન્સના બોર્ડને રિસ્ટ્રક્ચર કરવામાં આવશે

જણાવી દઈએ કે આ અધિગ્રહણ બાદ બેન કેપિટલને કંપનીના પ્રમોટર તરીકે રજૂ કરવામાં આવશે, જે હાલના પ્રમોટરોની સાથે મનપ્પુરમ ફાઈનાન્સને કંટ્રોલ કરશે, તેને લઈને બોર્ડને રિસ્ટ્રક્ચર કરવામાં આવશે. RBI તરફથી ડીલને મંજૂરી મળ્યા બાદ મનપ્પુરમ ફાઈનાન્સના MD અને CEOએ કહ્યું કે તેનાથી અમે મુખ્ય સેક્ટર્સમાં ગ્રોથને ગતિ આપીએ અને વધુ રોકાણ કરવામાં સક્ષમ બનીશું. સમગ્ર ભારતમાં પોતાની બ્રાન્ચ નેટવર્કને વધારવામાં પણ મદદ મળશે.

RBI તરફથી મંજૂરી મળ્યાના સમાચારની સીધી અસર ગોલ્ડ લોન આપનારી આ કંપનીના શેર પર પણ જોવા મળી શકે છે. 13 ફેબ્રુઆરીએ શુક્રવારે કંપનીના શેરમાં 2.11 ટકાનો ઘટાડો જોવા મળ્યો અને શેર 302.15 રૂપિયા પર બંધ થયો હતો. જેના કારણે કંપનીની માર્કેટકેપ પર પણ અસર જોવા મળી હતી.  

આ પણ વાંચો : Gold Silver ETFમાં ખરીદ-વેચાણ માટેના નિયમોમાં ફેરફાર કરવાની તૈયારીમાં સેબી

ડિસ્કલેમર- આ માહિતી માત્ર તમારી જાણકારી માટે છે. શેરબજારમાં કે અન્ય કોઈ જગ્યા પર રોકાણ કરતા પહેલા તમારા ફાયનાન્શિયલ એડવાઈઝરની સલાહ અવશ્ય લેવી.