સોના ચાંદીની કિંમતોમાં સતત ફેરફાર આવી રહ્યો છે. સોના ચાંદીની કિંમતો એક નવો જ રેકોર્ડ બનાવી રહી છે. ત્યારે 18 ડિસેમ્બરના રોજ સોના ચાંદીના ભાવમાં ફેરફાર આવ્યો છે. સોનાની કિંમતમાં વધારો થયો છે જેના કારણે રોકાણકારો અને ખરીદી કરનાર બંને સતર્ક થઇ ગયા છે.

આજે સોનાનો ભાવ 

ગુરુવારે 18 ડિસેમ્બરના રોજ ભારતમાં સોનાના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે. ચાંદીના ભાવ પણ ગુરુવારે પ્રતિ કિલોગ્રામ 2.11 લાખ રૂપિયા સુધી પહોંચી ગયા છે. આજે 18 કેરેટ સોનાનો ભાવ 10,113 પ્રતિ ગ્રામ, 22 કેરેટ સોનાનો ભાવ 12,360 પ્રતિ ગ્રામ અને 24 કેરેટ સોનાનો ભાવ 13484 પ્રતિ ગ્રામ પર પહોંચ્યો છે. ગઇકાલની સરખામણીએ આજે 18 કેરેટ સોનાના 10 ગ્રામનો ભાવ ગઈકાલની સરખામણીમાં 250 રૂપિયા વધ્યો છે. 18 કેરેટ સોનાના 100 ગ્રામનો ભાવ બુધવારે 10,08,800 રૂપિયાથી વધીને 10,11,300 રૂપિયા થયો છે, જે2500 રૂપિયાનો વધારો દર્શાવે છે.

વાત કરીએ 24 કેરેટ સોનાની તો, આજે 10 ગ્રામ સોનાનો ભાવ ₹330 વધીને ₹1,34,840 થયો છે, જે ગઈકાલે ₹1,34,510 હતો. તેવી જ રીતે, 24 કેરેટ સોનાના 100 ગ્રામનો ભાવ બુધવારે ₹13,45,100 હતો, જે બુધવારે ₹13,48,400 થયો હતો. દેશમાં આજે 22 કેરેટ સોનાના 10 ગ્રામનો ભાવ ₹1,23,600 થયો છે, જે ગઈકાલે ₹1,23,300 હતો. 22 કેરેટ સોનાના 100 ગ્રામનો ભાવ ગઈકાલે ₹3,000 વધીને ₹12,36,000 થયો હતો, જે ગઈકાલે ₹12,33,000 હતો.

આજે ચાંદીનો ભાવ

ભારતમાં ચાંદીના ભાવ આજે પ્રતિ ગ્રામ ₹211 વધીને ₹211,000 પ્રતિ કિલોગ્રામ થયા છે, જે ગઈકાલે અને ₹208,000 રૂપિયા પ્રતિ એક કિલો હતો.

મોટા શહેરોમાં સોનાનો ભાવ (ગુડ રિટર્ન અનુસાર)


શહેર

 22 કેરેટ સોનાનો ભાવ 24 કેરેટ સોનાનો ભાવ
દિલ્હી 1,34,990 1,23,750
મુંબઈ1,34,840 1,23,600
અમદાવાદ 1,34,890 1,23,650
ચેન્નાઈ 1,35,710 1,24,400
કોલકાતા 1,34,840 1,23,600
લખનૌ 1,34,990 1,23,750
જયપુર 1,34,990 1,23,750
હૈદરાબાદ 1,34,840 1,23,600

લગ્નની સિઝન દરમિયાન પણ માંગ કેમ ઓછી ?

ભારતમાં સોનું માત્ર એક ધાતુ નથી, પરંતુ પરંપરા અને સુરક્ષાનું પ્રતીક છે. લગ્ન, તહેવારો અને રોકાણોમાં સોનું મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. તેથી, ખરીદી અથવા રોકાણ કરવાની યોજના બનાવનારાઓ માટે સોનાની કિંમતો પર નજર રાખવી મહત્વપૂર્ણ બને છે. વળી અત્યારે ભારતમાં લગ્નની સિઝન હોવા છતાં સોનાની માગ અપેક્ષા કરતા ઓછી છે. સોનાના ઊંચા ભાવ અને દૈનિક વધઘટને કારણે સામાન્ય ખરીદદારોને સાવધાન કરી રહ્યા છે. ભારતમાં સોનાના ભાવ ઘણા પરિબળો દ્વારા નક્કી થાય છે. આંતરરાષ્ટ્રીય બજારના દર, ડોલર સામે રૂપિયાની સ્થિતિ, આયાત જકાત અને કર - આ બધા મળીને દૈનિક સોનાનો ભાવ નક્કી કરે છે.

આ પણ વાંચો- Shani Gochar 2026: નવુ વર્ષ શરૂ થતા જ શનિ ચાંદીના પાયે, આ રાશિના જાતકોને કરાવશે બમ્પર લાભ, ચેક કરી લો તમારી રાશિ છે?