વૈશ્વિક અને સ્થાનિક બજારમાં સોના અને ચાંદીના ભાવમાં તેજીનો માહોલ જોવા મળી રહ્યો છે. ક્રૂડ ઓઇલના વૈશ્વિક ભાવમાં ઘટાડો, આંતરરાષ્ટ્રીય સ્તરે ભૂ-રાજકીય ચિંતાઓમાં રાહત અને યુએસ ડોલર નબળો પડવાને કારણે કિંમતી ધાતુઓની માંગમાં વધારો થયો છે, જેના પરિણામે સોના-ચાંદીના ભાવ ઊંચાઈ પર પહોંચ્યા છે. છેલ્લા કેટલા સમયથી સોના-ચાંદીમાં ચાલતો ઘટાડા બાદ દિવાળી પછીના નવા વર્ષના દિવસે (10 નવેમ્બર) પુનઃ તેજીનો ચમકારો જોવા મળ્યો.
વાયદા બજાર (MCX) માં સોના-ચાંદીનો બંધ ભાવ
સોમવારના કારોબારી સત્રના અંતે ભારતીય વાયદા બજાર (MCX) પર સોના અને ચાંદી બંને મજબૂતી સાથે બંધ થયા હતા. MCX ગોલ્ડ ફ્યુચર્સ (ડિસેમ્બર ડિલિવરી): રૂ. 1,43,166 પ્રતિ 10 ગ્રામ પર બંધ થયો. MCX સિલ્વર ફ્યુચર્સ: રૂ. 1,87,127 પ્રતિ કિલોગ્રામની સપાટીએ બંધ થયો.
આંતરરાષ્ટ્રીય બજાર (COMEX) ની સ્થિતિ
મંગળવારે સવારના પ્રારંભિક કારોબારમાં આંતરરાષ્ટ્રીય બજાર કોમેક્સ (COMEX) પર પણ કિંમતી ધાતુઓમાં લીલા નિશાનમાં વેપાર થઈ રહ્યો હતો: કોમેક્સ ગોલ્ડ: સવારે 01ઃ100 વાગ્યા આસપાસ સોનું આશરે 0.5% ના ઉછાળા સાથે $4,135.2 પ્રતિ ઔંસ પર ટ્રેડ થઈ રહ્યું હતું. કોમેક્સ સિલ્વર: ચાંદી 0.92% ના વધારા સાથે $53.18 પ્રતિ ઔંસની સપાટી પર પહોંચી ગઈ હતી.
શહેર મુજબ સોના અને ચાંદીના ભાવ
| આ શહેર | સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ | ચાંદીનો ભાવ પ્રતિ કિલો |
| મુંબઈ | 1,43,380 રૂપિયા | 1,87,380 રૂપિયા |
| દિલ્હી | 1,43,140 રૂપિયા | 1,87,050 રૂપિયા |
| ચેન્નઈ | 1,43,800 રૂપિયા | 1,87,920 રૂપિયા |
| કોલકાતા | 1,43,190 રૂપિયા | 1,87,130 રુપિયા |
| બેંગલુરુ | 1,43,500 રુપિયા | 1,87,520 રુપિયા |
| હૈદરાબાદ | 1,43,610 રુપિયા | 1,87,670 રુપિયા |
| અમદાવાદ | 1,44,660 રુપિયા | 2,03,580 રૂપિયા |
ક્રૂડ ઓઇલના ભાવ ઘટાડાની સોના-ચાંદી પર અસર
સોના અને ચાંદીના ભાવમાં ફરી ઉછાળો જોવા મળ્યો. આ કિમંતી ધાતુના ભાવ વધારા પાછળનું સૌથી મોટું કારણ ક્રૂડ ઓઇલના ભાવમાં ઘટાડો છે. નિષ્ણાતો કહે છે કે જ્યારે ક્રૂડ ઓઇલ મોંઘુ હોય છે, ત્યારે ફુગાવો વધવાનો ભય રહે છે. આવી સ્થિતિમાં, યુએસ ફેડરલ રિઝર્વ વ્યાજ દર ઊંચા રાખી શકે છે અથવા તેમાં વધારો પણ કરી શકે છે. ઊંચા વ્યાજ દરો રોકાણકારોના સોનામાં રોકાણને ઘટાડે છે, કારણ કે સોનું કોઈ વ્યાજ ચૂકવતું નથી. ક્રૂડઓઈલમાં ઘટાડા સાથે ડોલર પણ નબળો પડતા સોનું સસ્તું થયું છે. આ બંને પરિબળોએ સોના અને ચાંદીને ટેકો આપતા ભાવ વધારો થયો.
આ પણ વાંચો : Detergent Price: ઘરનું બજેટ ફરી ખોરવાશે! ડિટર્જન્ટના ભાવમાં 11% સુધીનો વધારો