2 દિવસ સુધી સતત તેજી બાદ ગોલ્ડ અને સિલ્વર ઈટીએફમાં ગુરૂવારે મોટો ઘટાડો જોવા મળ્યો છે. શરૂઆતમાં જ સોના અને ચાંદીના ઈટીએફમાં 21 ટકાનો ઘટાડો જોવા મળ્યો. ત્યારબાદ રિક્વરી જોવા મળી અને 13 ટકાના ઘટાડા સાથે વેપાર કરી રહ્યા હતા. ગુરૂવારે શરૂઆતના વેપારમાં ચાંદીના ઈટીએફમાં ભારે ઘટાડો જોવા મળ્યો, જે 21 ટકા સુધી ઘટ્યો.
અન્ય ઈટીએફમાં પણ 16-17 ટકાનો ઘટાડો
એક્સિસ સિલ્વર ઈટીએફમાં સૌથી વધારે ઘટાડો જોવા મળ્યો અને ભાવ 216.86 રૂપિયા પર આવી ગયો. જો કે ત્યારબાદ રિક્વરી જોવા મળી અને તેમાં 13 ટકા સુધીનો ઘટાડો આવ્યો. DSP સિલ્વર ઈટીએફ, SBI સિલ્વર ઈટીએફ અને કોટક સિલ્વર ઈટીએફ સહિત અન્ય ઈટીએફમાં પણ 16-17 ટકાનો ઘટાડો નોંધાયો. નિપ્પોન ગોલ્ડ ઈટીએફમાં 4 ટકાનો ઘટાડો જોવા મળ્યો, જ્યારે શરૂઆતના સમયમાં ટાટા ગોલ્ડ ઈટીએફમાં 6 ટકાથી વધારેનો ઘટાડો આવ્યો, જો કે રિકવરી બાદ ટાટા ગોલ્ડ ઈટીએફ 3 ટકા સુધી વધીને વેપાર કરી રહ્યો હતો.
MCX પર શું છે સોના-ચાંદીના ભાવ?
ગુરૂવારે MCX પર ચાંદીની કિંમત લગભગ 24,000 રૂપિયા તુટીને 2.40 લાખ રૂપિયા પર આવી ગઈ છે અને સોનાના ભાવ લગભગ 1400 રૂપિયા ઘટીને 1.48 લાખ રૂપિયા પર આવ્યા છે. સોના અને ચાંદીના ભાવમાં આ ઘટાડો બે દિવસની તેજી બાદ આવ્યો છે. ગ્રીનબેક લગભગ 2 અઠવાડિયાના ઉચ્ચ સ્તરે પહોંચી ગયો, જેનાથી બીજી કરન્સીના લોકો માટે સોનું મોંઘું થઈ ગયું અને કિંમતી ધાતુઓના ભાવ પડ્યા. ત્યારે જિયો પોલિટિકલ ટેન્શન ઓછું થતું જોવા મળી રહ્યું છે. અધિકારીઓએ પુષ્ટી કરી કે ઈરાન અને અમેરિકા શુક્રવારે ઓમાનમાં વાતચીત કરવા પર સહમત થયા છે, જેનાથી પરમાણુ તણાવ ઓછો થઈ શકે છે.
નિષ્ણાતોનું કહેવું છે કે જો તમે સોના કે ચાંદીમાં રોકાણ કરવાનો પ્લાન બનાવી રહ્યા છો તો લોન્ગ ટર્મ પ્લાનિંગની ગણતરીથી એન્ટ્રી લઈ શકો છો પણ જો શોટ ટર્મ માટે ખરીદી કરવી હોય તો મોટા ઘટાડાની રાહ જોવી પડશે. ક્યારેય પણ સમગ્ર કેપિટલ ગોલ્ડ કે સિલ્વર ખરીદવામાં ખર્ચ ના કરવી જોઈએ પણ થોડી થોડી ખરીદી કરવી જોઈએ. જે તમારા પોર્ટફોલિયોના 10થી 20 ટકા હોય શકે છે.
આ પણ વાંચો: Income Tax ભરવાની જૂની પદ્ધતિ શું બંધ થઇ જશે, જાણો સરકારે આ અંગે શું કરી સ્પષ્ટતા?
ડિસ્કલેમર- આ માહિતી માત્ર તમારી જાણકારી માટે છે. શેરબજારમાં કે અન્ય કોઈ જગ્યા પર રોકાણ કરતા પહેલા તમારા ફાયનાન્શિયલ એડવાઈઝરની સલાહ અવશ્ય લેવી.