જો તમે આજે સોનું કે ચાંદી ખરીદવાનું આયોજન કરી રહ્યા છો, તો બહાર નીકળતા પહેલા નવીનતમ ભાવ તપાસવાનું ભૂલશો નહીં. આંતરરાષ્ટ્રીય બજારના વલણો, ડોલરની ગતિવિધિ અને સ્થાનિક માંગના આધારે આ ધાતુઓના ભાવ દેશભરમાં દરરોજ વધઘટ થાય છે. તેથી ખરીદી કરતા પહેલા નવીનતમ ભાવ ચકાસવા જરૂરી છે. તમારા શહેરમાં ભાવ શોધવામાં મદદ કરવા માટે શહેરવાર સોના અને ચાંદીના ભાવ અહીં આપવામાં આવ્યા છે.
આજે સોના ચાંદીનો ભાવ
આજે સોના અને ચાંદીના ભાવમાં ફેરફાર આવ્યો છે. આજે સવારે સોનાનો ભાવ 0.31% ઘટીને ₹146915 પ્રતિ 10 ગ્રામ થયો. ચાંદીના ભાવમાં પણ 0.48 %નો ઘટાડો થયો છે. એટલે કે ₹1135નો ઘટાડો થતા ભાવ પ્રતિ કિલોગ્રામ ₹236275 થયો છે.
આંતરરાષ્ટ્રીય બજારમાં (કોમેક્સ) ભાવમાં અસ્થિરતા ચાલુ છે. કોમેક્સ પર, સોનું 0.54% ઘટીને લગભગ $4,144 પ્રતિ ઔંસના સ્તરે પહોંચ્યું છે, જ્યારે ચાંદીમાં પણ ઘટાડો જોવા મળ્યો છે. ચાંદી 1.42% ઘટીને $61.445 પ્રતિ ઔંસની આસપાસ ટ્રેડ કરી રહી છે.
આજે ભારતના મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર દબાણ જોવા મળ્યું. તાજેતરની તેજી બાદ નફા-બુકિંગને કારણે, MCX પર સોનાના ભાવ ઘટીને ₹1.45–₹1.47 લાખ પ્રતિ 10 ગ્રામ થયા છે. ચાંદીના ભાવ પણ ધીમા પડી ગયા છે, જે ₹2.32–₹2.34 લાખ પ્રતિ કિલોગ્રામની નજીક ટ્રેડ કરી રહ્યા છે. એકંદરે, આજે સવારે સોનામાં 0.53% અને ચાંદીમાં 1.01% નો ઘટાડો નોંધાયો હતો.
દેશના મોટા શહેરોમાં શું છે સોના ચાંદીનો ભાવ (ગુડ રિટર્ન્સ અનુસાર)
| શહેર | 24 કેરેટ સોનાની કિંમત ( રૂપિયા/10 ગ્રામ) ) | 22 કેરેટ સોનાની કિંમત( રૂપિયા/10 ગ્રામ) |
| દિલ્હી | 1,45,410 | 1,33,300 |
| કોલકાતા | 1,45,260 | 1,33,150 |
| ચેન્નઈ | 1,46,180 | 1,34,000 |
| બેંગ્લોર | 1,45,260 | 1,33,150
|
| અમદાવાદ | 1,45,310 | 1,33,200 |
| વડોદરા | 1,45,310 | 1,33,200 |
Disclaimer: અહીં દર્શાવેલ ભાવ જરૂરી નથી કે વાસ્તવિક પણ તેટલો જ હોય. સમય સમય મુજબ તથા શહેરો પ્રમાણે ભાવમાં ફેરફાર આવી શકે છે.
આ પણ વાંચો-Budh Gochar 2026: 3 રાશિનું બેંક બેલેન્સ વધશે ! બુધ બદલશે ચાલ