Gold Silver Price Today: આજે 24  સપ્ટેમ્બરે સોનાના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. MCX પર, ઓક્ટોબરમાં સમાપ્ત થતા સોનાની કિંમત  ₹368  ઘટીને ₹1,50,931  પ્રતિ 10 ગ્રામ થયા હતા. ડિસેમ્બરમાં સમાપ્ત થતા ચાંદીના કોન્ટ્રાક્ટ MCX પર ₹2,34,750  પ્રતિ કિલોગ્રામના ભાવે ટ્રેડ થઈ રહ્યા છે. બુલિયન માર્કેટમાં, આજે મોટાભાગના સ્થળોએ 24-કેરેટ સોનાનો ભાવ પ્રતિ ગ્રામ ₹15421ની આસપાસ છે.

IBJA અનુસાર સોના ચાંદીનો ભાવ 

આજે, 24 સપ્ટેમ્બરે સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો થયો છે. 'ઇન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન' (IBJA) અનુસાર, 24 કેરેટ સોનાના 10 ગ્રામના ભાવમાં ₹853નો ઘટાડો થઈને તે ₹1.51 લાખ થયો છે. ચાંદીના ભાવમાં પ્રતિ કિલોગ્રામ ₹2716નો ઘટાડો થયો છે, જેનાથી તેનો ભાવ ઘટીને ₹2.30 લાખ થયો છે.સોના અને ચાંદીના ભાવમાં સતત ચોથા દિવસે ઘટાડો નોંધાયો છે. આ ચાર દિવસો દરમિયાન ચાંદીના ભાવમાં લગભગ ₹7000નો ઘટાડો થયો છે, જ્યારે સોનાના ભાવમાં ₹2500નો ઘટાડો જોવા મળ્યો છે.

દેશના કેટલાક મોટા શહેરોમાં સોનાના ભાવ (ગુડ રિટર્ન્સ અનુસાર)


શહેર 24 કેરેટ સોનાની કિંમત 

22 કેરેટ સોનાની કિંમત 

દિલ્હી 1,52,830 1,40,100 
મુંબઈ 1,52,680 1,39,950
કોલકાતા 1,52,680 1,39,950
ચેન્નઈ 1,52,730 1,40,000
અમદાવાદ 1,52,730 1,40,000  

સોના ચાંદીમાં ભાગ ઘટાડો ક્યાં સુધી ચાલશે ? 

  • યુએસ ફેડરલ રિઝર્વે ત્રણ વર્ષમાં પ્રથમ વખત વ્યાજદરમાં વધારો કર્યો છે, જેના પરિણામે સોનાના ભાવમાં ઘટાડો થયો છે.
  • જોકે, ભૌગોલિક-રાજકીય તણાવ અને આર્થિક અનિશ્ચિતતા સોનાને ટેકો પૂરો પાડી શકે છે, જેનાથી રોકાણકારો ફરી એકવાર તેને 'સુરક્ષિત રોકાણ' (સેફ-હેવન) તરીકે જોવાનું શરૂ કરી શકે છે.
  • નિષ્ણાતો રોકાણકારોને સાવચેત રહેવાની સલાહ આપે છે કારણ કે બજારમાં નબળાઈના સંકેતો હજુ પણ યથાવત છે; તેમ છતાં, ભાવમાં નોંધપાત્ર ઘટાડો ખરીદીની તક પૂરી પાડી શકે છે.

ઓછી રકમથી સોનામાં રોકાણ કરી શકો છો.

ગોલ્ડ ETF સોનાના બદલાતા ભાવો પર આધારિત હોય છે. શેરની જેમ જ તેને BSE અને NSE પર ખરીદી અને વેચી શકાય છે. જોકે, તમને ભૌતિક સ્વરૂપે સોનું મળતું નથી; તેના બદલે, જ્યારે તમે રોકાણમાંથી બહાર નીકળવા માંગો છો, ત્યારે તમને તે સમયના સોનાના ભાવ જેટલી રકમ મળે છે. તમે તેમાં માત્ર ₹100 જેટલી નાની રકમથી રોકાણ શરૂ કરી શકો છો.


ઝવેરી પાસેથી સોનું ખરીદતી વખતે આ બાબતો ધ્યાનમાં રાખો:

માત્ર પ્રમાણિત સોનું જ ખરીદો: હંમેશાં 'બ્યુરો ઓફ ઈન્ડિયન સ્ટાન્ડર્ડ્સ' (BIS)નું હોલમાર્ક ધરાવતું પ્રમાણિત સોનું જ ખરીદો. આ હોલમાર્ક કોડ આલ્ફાન્યૂમેરિક (અક્ષરો અને આંકડાઓનું મિશ્રણ) હોય છે. ઉદાહરણ તરીકે, AZ4524. હોલમાર્કિંગ સોનાની શુદ્ધતા (કેરેટ) દર્શાવે છે.

કિંમતની ચકાસણી કરો: ખરીદીના દિવસે સોનાનું વાસ્તવિક વજન અને તેની કિંમત વિવિધ સ્ત્રોતો (જેમ કે 'ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન'ની વેબસાઇટ) દ્વારા તપાસો. સોનાના ભાવ તેની શુદ્ધતા—24-કેરેટ, 22-કેરેટ અને 18-કેરેટ—ના આધારે અલગ-અલગ હોય છે.



આ પણ વાંચો TRAI new Rules for Telecom Companies: મોબાઇલ યુઝર્સ માટે મોટી ખુશખબર! ડેટા વગર પણ મળશે સસ્તું રિચાર્જ