બુધવાર, 14 ઓક્ટોબરના રોજ સ્થાનિક ફ્યુચર્સ માર્કેટમાં સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. સવારે 10:50 વાગ્યે, MCX પર ડિસેમ્બર ગોલ્ડ ફ્યુચર્સનો ભાવ ₹300 ઘટીને ₹1,48,150 પ્રતિ 10 ગ્રામ થયો હતો. અગાઉના ટ્રેડિંગ સેશનમાં બંધ ભાવ ₹1,48,450 હતો.
આજે સોના ચાંદીના ભાવ
દરમિયાન, ચાંદીના ભાવમાં પણ નરમાઈ જોવા મળી રહી છે. MCX પર ડિસેમ્બર સિલ્વર ફ્યુચર્સનો ભાવ ₹649 ઘટીને ₹2,18,568 પ્રતિ કિલોગ્રામ પર ટ્રેડ થઈ રહ્યો હતો. અગાઉના સેશનમાં ચાંદી ₹2,19,217 પ્રતિ કિલોગ્રામ પર બંધ થઈ હતી.
સોનાનો આંતરરાષ્ટ્રીય ભાવ
આજે સ્પોટ ગોલ્ડના ભાવમાં નહિવત ફેરફાર જોવા મળ્યો હતો અને તે $4,161.05 પ્રતિ ઔંસ પર યથાવત રહ્યા હતા. યુએસ ગોલ્ડ ફ્યુચર્સ 0.2% વધીને $4,185.00 પર પહોંચ્યા હતા. આજે યુએસ કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ (CPI)ના ડેટા આવવાના છે, ત્યારબાદ ગુરુવારે પ્રોડ્યુસર પ્રાઇસ ઇન્ડેક્સ (PPI) અને રિટેલ વેચાણના ડેટા જાહેર થશે. CME ફેડવોચ ટૂલ (CME FedWatch Tool) અનુસાર, બજાર ડિસેમ્બરમાં વ્યાજદરમાં વધારો થવાની 88% સંભાવના માની રહ્યું છે.
આજે ચાંદીનો ભાવ
છેલ્લા ત્રણ દિવસમાં ચાંદીના ભાવમાં પણ ઘટાડો થયો છે. 11 ઓક્ટોબરના રોજ દિલ્હીમાં ચાંદીનો ભાવ પ્રતિ કિલોગ્રામ ₹240000 હતો. આજે તે ઘટીને પ્રતિ કિલોગ્રામ ₹2,35,000 થયો છે. આમ, ત્રણ દિવસમાં ચાંદીના ભાવમાં પ્રતિ કિલોગ્રામ ₹5000નો ઘટાડો થયો છે. (ગુડ રિટર્ન્સ અનુસાર )
મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર ચાંદીના વાયદાના વેપારમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે. 4 ડિસેમ્બરે સમાપ્ત થતા ચાંદીના કોન્ટ્રાક્ટ્સ અગાઉના ટ્રેડિંગ દિવસ, એટલે કે સોમવારે, ₹2,22, 877 પ્રતિ કિલોના ભાવે બંધ થયા હતા. મંગળવારે શરૂઆતના વેપારમાં થોડો ઉછાળો જોવા મળ્યા બાદ, ચાંદીના ભાવ અચાનક ઘટીને ₹2,21, 783 પ્રતિ કિલોના સ્તરે આવી ગયા હતા. પરિણામે, એક જ ઝટકામાં એક કિલો ચાંદીના ભાવમાં આશરે ₹3319 નો ઘટાડો થયો હતો. બુધવાર બપોર સુધીમાં ભાવમાં વધુ ₹1792નો ઘટાડો થયો અને તે ₹2,17,425 પ્રતિ કિલોની સપાટીએ પહોંચી ગયા હતા.
દેશના કેટલાક મોટા શહેરોમાં ગોલ્ડ રેટ (ગુડ રિટર્ન્સ અનુસાર)
| શહેર | 24 કેરેટ સોનાની કિંમત | 22 કેરેટ સોનાની કિંમત |
| દિલ્હી | 1,48,410 | 1,36,050 |
| મુંબઈ | 1,48,260 | 1,35,900 |
| કોલકાતા | 1,48,260 | 1,35,900 |
| અમદાવાદ | 1,48,310 | 1,35,950 |
| સુરત | 1,48,310 | 1,35,950 |
ઝવેરી પાસેથી સોનું ખરીદતી વખતે આ બાબતો ધ્યાનમાં રાખો:
માત્ર પ્રમાણિત સોનું જ ખરીદો: હંમેશાં 'બ્યુરો ઓફ ઈન્ડિયન સ્ટાન્ડર્ડ્સ' (BIS)નું હોલમાર્ક ધરાવતું પ્રમાણિત સોનું જ ખરીદો. આ હોલમાર્ક કોડ આલ્ફાન્યૂમેરિક (અક્ષરો અને આંકડાઓનું મિશ્રણ) હોય છે. ઉદાહરણ તરીકે, AZ4524. હોલમાર્કિંગ સોનાની શુદ્ધતા (કેરેટ) દર્શાવે છે.
કિંમતની ચકાસણી કરો: ખરીદીના દિવસે સોનાનું વાસ્તવિક વજન અને તેની કિંમત વિવિધ સ્ત્રોતો (જેમ કે 'ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન'ની વેબસાઇટ) દ્વારા તપાસો. સોનાના ભાવ તેની શુદ્ધતા 24-કેરેટ, 22-કેરેટ અને 18-કેરેટના આધારે અલગ-અલગ હોય છે.
આ પણ વાંચો: RBI Repo Rate: લોન લેનારાઓને ઝટકો... RBIએ 0.25 ટકાનો રેપોરેટમાં કર્યો વધારો