આબોહવા પરિવર્તન અને પ્રદૂષણ જેવી વૈશ્વિક સમસ્યાઓને ધ્યાનમાં રાખીને દુનિયા હવે સ્વચ્છ અને ટકાઉ ઉર્જા તરફ વળી રહી છે. ભારત પણ આ દિશામાં મોટા પગલાં ભરી રહ્યું છે. ગ્રીન જોબ્સ એટલે એવી નોકરીઓ જે પર્યાવરણને બચાવે, ઉર્જા બચાવે અથવા સ્વચ્છ ઉર્જા ઉત્પન્ન કરે. આ નોકરીઓ માત્ર પર્યાવરણ માટે જ નહીં, પરંતુ યુવાનો માટે રોજગારની મોટી તક પણ છે.
ઇંધણ આધારિત ઉર્જા ક્ષમતા મેળવવાનો લક્ષ્ય
ભારતે 2030 સુધીમાં 500 ગીગાવોટ બિન-અશ્મિભૂત ઇંધણ આધારિત ઉર્જા ક્ષમતા મેળવવાનો લક્ષ્ય નક્કી કર્યો છે. આ લક્ષ્ય હાંસલ કરવા માટે સૌર, પવન અને ગ્રીન હાઇડ્રોજન જેવા ક્ષેત્રોમાં મોટા પ્રમાણમાં રોકાણ થઈ રહ્યું છે. Council on Energy, Environment and Water (CEEW) ના અહેવાલ મુજબ, 2030 સુધી નવીનીકરણીય ઉર્જા ક્ષેત્રમાં લગભગ 3.4 મિલિયન નોકરીઓનું સર્જન થઈ શકે છે. ગ્રીન હાઇડ્રોજન મિશન 600,000 થી વધુ કુશળ નોકરીઓ ઉભી કરી શકે છે.
ઇલેક્ટ્રિક વાહન ક્ષેત્ર
ઇલેક્ટ્રિક વાહન ક્ષેત્ર પણ તેજીથી આગળ વધી રહ્યું છે. EV ઇકોસિસ્ટમમાં આશરે 10 મિલિયન સીધી અને 50 મિલિયન પરોક્ષ નોકરીઓ ઊભી થવાનો અંદાજ છે. આ આંકડા દર્શાવે છે કે ગ્રીન સેક્ટર આગામી દાયકામાં રોજગારનું મોટું કેન્દ્ર બની શકે છે.
ગ્રીન જોબ્સમાં કઈ નોકરીઓ આવે છે?
- સોલાર પેનલ ઇન્સ્ટોલર
- વિન્ડ ટર્બાઇન ટેકનિશિયન
- EV સર્વિસ એન્જિનિયર
- બેટરી મેન્યુફેક્ચરિંગ ટેકનિશિયન
- પર્યાવરણીય સલાહકાર
- સસ્ટેનેબિલિટી મેનેજર
- વેસ્ટ મેનેજમેન્ટ નિષ્ણાત
- ગ્રીન બિલ્ડિંગ ડિઝાઇનર
આ તમામ નોકરીઓમાં ટેકનિકલ કુશળતા સાથે પર્યાવરણ પ્રત્યે જાગૃતિ જરૂરી છે.
12મા પછી શું કરવું?
જો તમે 12મા ધોરણ પછી આ ક્ષેત્રમાં કારકિર્દી બનાવવા માંગો છો, તો નીચેના વિકલ્પો પસંદ કરી શકો છો
ડિપ્લોમા કોર્સ
- નવીનીકરણીય ઉર્જા ટેકનોલોજી
- સોલાર ટેકનિશિયન તાલીમ
- ઇલેક્ટ્રિકલ અથવા મિકેનિકલ ડિપ્લોમા
- ITI કોર્સ
- ઇલેક્ટ્રિશિયન
- વાયરમેન
- સોલાર પેનલ ઇન્સ્ટોલેશન ટ્રેડ
- ગ્રેજ્યુએશન પછી શું?
ઇલેક્ટ્રિકલ, મિકેનિકલ અથવા પર્યાવરણીય ઇજનેરીમાં B.E./B.Tech
- પર્યાવરણીય વિજ્ઞાનમાં B.Sc
- રિન્યુએબલ એનર્જીમાં M.Tech
- સસ્ટેનેબિલિટી મેનેજમેન્ટમાં MBA
ઘણી યુનિવર્સિટીઓ ટૂંકા ગાળાના પ્રમાણપત્ર કોર્સ પણ આપે છે, જેનાથી વિશેષ કુશળતા મેળવી શકાય છે.
કેટલો પગાર મળી શકે?
એન્ટ્રી લેવલ પર સોલાર અથવા EV ક્ષેત્રમાં વાર્ષિક 2.5 થી 4 લાખ રૂપિયા સુધીનું પેકેજ મળી શકે છે. એન્જિનિયરિંગ અથવા મેનેજમેન્ટ બેકગ્રાઉન્ડ ધરાવતા ઉમેદવારોને 6 થી 12 લાખ રૂપિયા વાર્ષિક મળી શકે છે. અનુભવ વધતા પગાર પણ ઝડપથી વધે છે.
આ ક્ષેત્ર ભવિષ્ય માટે કેમ સુરક્ષિત છે?
ભારત સહિત સમગ્ર વિશ્વ સ્વચ્છ ઉર્જા તરફ આગળ વધી રહ્યું છે. સરકારી નીતિઓ, ખાનગી કંપનીઓ અને વિદેશી રોકાણો આ ક્ષેત્રને મજબૂત બનાવી રહ્યા છે. આગામી 10-15 વર્ષોમાં ગ્રીન જોબ્સની માંગ વધુ વધવાની શક્યતા છે. યોગ્ય શિક્ષણ અને કૌશલ્ય વિકાસ સાથે યુવાનો માટે આ ક્ષેત્ર સુવર્ણ તક સાબિત થઈ શકે છે.
આ પણ વાંચો : Tehran airstrike : તેહરાનમાં ઇઝરાયલી હુમલાનો ભયાનક વીડિયો સામે આવ્યો