ડિફેન્સ સેક્ટરની દિગ્ગજ કંપની હિન્દુસ્તાન એરોનોટિક લિમિટેડના શેરમાં 4 ફેબ્રુઆરી બુધવારે મોટો ઘટાડો જોવા મળ્યો છે. ડિફેન્સ સેક્ટરની આ કંપનીના શેરમાં ઈન્ટ્રાડે દરમિયાન 8.31 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે અને તેનો ભાવ 4100.15 રૂપિયા પર આવી ગયો. જો કે માર્કેટ બંધ થયું ત્યારે આ શેરનો ભાવ 5.74 ટકા ઘટીને 4213.90 રૂપિયા પર આવ્યો છે.
શું છે ભાવમાં ઘટાડાનું કારણ?
તમને જણાવી દઈએ કે જ્યારે 5th જનરેશન ફાઈટર જેટ પ્રોજેક્ટમાંથી HAL બહાર થઈ ગયું હોવાના સમાચાર સામે આવ્યા, ત્યારબાદ ભાવમાં ઘટાડો આવ્યો છે. નિષ્ણાંતોએ કહ્યું કે HAL પોતાની લોન્ગટર્મ તેજીના રૂઝાન હેઠળ ચાલી રહ્યો છે અને સાપ્તાહિક ચાર્ટ પર શેર 4000 રૂપિયા અને 4500ની વચ્ચે એક જ સ્તર પર જોવા મળી શકે છે.
HALનો શેર હાલ 'થોભો અને રાહ જુઓ'ની સ્થિતિમાં
HALનો શેર હાલ 'થોભો અને રાહ જુઓ'ની સ્થિતિમાં છે અને મહત્વપૂર્ણ સપોર્ટ લેવલની પાસે સ્થિર હોવાનો પ્રયત્ન કરી રહ્યો છે. વેપારીઓને 4500 રૂપિયાથી ઉપર બ્રેકઆઉટની રાહ છે, જેમાં જરૂરી વોલ્યુમનું સમર્થન હોય. બજેટ 2026માં સંરક્ષણ વિમાનો અને એરએન્જિન પર ખર્ચ માટે વધારો થયો છે. નાણાકીય વર્ષ 2026 માટે 72,800 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે.
HAL માટે આ છે સકારાત્મક વાત
નાણાકીય વર્ષ 2027 માટે સંરક્ષણ વિમાનો અને એરએન્જિન પર મૂડી ખર્ચ 63,700 કરોડ રૂપિયા નિર્ધારિત કરવામાં આવ્યો છે. જે HAL માટે સકારાત્મક માનવામાં આવી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે નાણાકીય વર્ષ 2027ના અંતમાં ડિફેન્સ ક્ષેત્ર માટે 23 લાખ કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે, જે નાણાકીય વર્ષ 2026ના અંતમાં 19 લાખ કરોડ રૂપિયાની તુલનામાં 17 ટકા વધારે છે. જણાવી દઈએ કે હવે HAL હવે Advanced Medium Combat Aircraft પ્રોજેક્ટમાં સામેલ નથી. હવે આ પ્રોજેક્ટની રેસમાં Tata Advanced Systems, Adani Defence, Bharat Electronics, Goodluck India અને Bharat Forge આ રેસમાં સામેલ છે.
આ પણ વાંચો : Gold-Silver Price : સોના-ચાંદીના ભાવમાં થશે ધરમખ ઘટાડો? સરકારે ઈમ્પોર્ટ ડ્યૂટીમાં કર્યો ઘટાડો