વૈશ્વિક બજારમાં અનેક મેટલના ભાવ રેકોર્ડ સ્તરે પહોંચી ગયા છે. આ અસર ભારતીય શેરબજારમાં સ્પષ્ટપણે જોવા મળી રહી છે. તાંબુ અને એલ્યુમિનિયમ જેવા ઔદ્યોગિક મેટલમાં તીવ્ર વધારા વચ્ચે બે સરકારી માલિકીની મેટલ કંપનીઓએ છેલ્લા મહિનામાં 55% સુધીનું વળતર આપ્યું છે.
હિન્દુસ્તાન કોપર
સરકારી કોપર ઉત્પાદક હિન્દુસ્તાન કોપરના શેરમાં મંગળવારે સતત ચોથા દિવસની તેજી જોવા મળી છે. ઈન્ટ્રાડેમાં શેર લગભગ 4 ટકા વધીને 574.60ના ઓલ ટાઈમ હાઈ સુધી પહોંચી ગયો હતો અને 2.21 ટકાની તેજી સાથે 564.80 સુધી પહોંચી ગયો છે. છેલ્લા 1 મહિનામાં આ કંપનીના શેરમાં 55.38 ટકા વધી ચૂક્યા છે. આ તેજીની પાછળ સૌથી મોટું કારણ આંતરરાષ્ટ્રીય બજારમાં કોપરની કિંમતો રેકોર્ડ સ્તર પર પહોંચવાનું છે. લંડન મેટલ એક્સચેન્જ પર કોપર પ્રથમવાર 13,000$ પ્રતિ ટનની પાર પહોંચી ગયું છે.
NALCOના શેરમાં પણ તેજી
હિન્દુસ્તાન કોપરની સાથે સાથે સરકારી એલ્યુમિનિયમ કંપની NALCOના શેરમાં પણ મંગળવારે જોરદાર તેજી જોવા મળી છે. ઈન્ટ્રાડેમાં શેર લગભગ 6 ટકા વધી ગયો છે અને તેમાં નવો રેકોર્ડ હાઈ બન્યો છે. 5.32 ટકાના વધારાની સાથે 348.40 રૂપિયા પર બંધ થયો છે. ઉલ્લેખનીય છે કે NALCOના શેર છેલ્લા 1 મહિનામાં લગભગ 30 ટકા અને છેલ્લા 12 મહિનામાં 74 ટકા સુધી વધી ચૂક્યા છે.
LME પર એલ્યુમિનિયમનો ભાવ 3000$ પ્રતિ ટન
LME પર એલ્યુમિનિયમનો ભાવ 3000$ પ્રતિ ટનની પાર પહોંચી ગયો છે. જે 2022 પછી પ્રથમવાર જોવા મળ્યું છે. રિપોર્ટ મુજબ એલ્યુમિનિયમ બજારમાં સપ્લાય સાઈડ પર ઘણા બધા પડકારો છે. ચીનમાં સ્મેલ્ટિંગ કેપેસિટી પર લાગેલી મર્યાદા અને યૂરોપમાં વીજળીની ઉંચી કિંમતોના કારણે ઉત્પાદન પર દબાણ છે. ત્યારે કન્સ્ટ્રક્શન અને રિન્યુએબલ એનર્જી સેક્ટરથી એલ્યુમિનિયમની માગ મજબૂત બનેલી છે.
આ પણ વાંચો: Venezuela Crisis: વેનેઝુએલાનું ક્રુડ ઓઇલ વિશ્વમાં સૌથી અલગ, વિશેષતાના કારણે શક્તિશાળી દેશોની રહે છે બાજ નજર
ડિસ્કલેમર- આ માહિતી માત્ર તમારી જાણકારી માટે છે. શેરબજારમાં કે અન્ય કોઈ જગ્યા પર રોકાણ કરતા પહેલા તમારા ફાયનાન્શિયલ એડવાઈઝરની સલાહ અવશ્ય લેવી.