શેરમાર્કેટ રોકાણકારને હાલમાં સારી કમાણી કરાવી રહ્યું છે. છેલ્લા 2 દિવસમાં જ હિન્દુસ્તાન કોપરના શેરમાં મોટો વધારો જોવા મળ્યો છે. આ કંપનીનો શેર રોકેટ ગતિએ દોડ્યો છે. 29 જાન્યુઆરીએ શેરમાં 20 ટકાનો મોટો ઉછાળો જોવા મળ્યો અને શેરનો ભાવ 760 રૂપિયા પર પહોંચી ગયો છે. આ કંપનીના શેરએ રોકાણકારોને 10 મહિનામાં જ મોટું વળતર આપ્યું છે.

કંપનીએ રોકાણકારોના પૈસાને 4 ગણા કરી દીધા

હાલમાં હિન્દુસ્તાન કોપરની માર્કેટકેપ 71,000 કરોડ રૂપિયાને પાર પહોંચી ચૂકી છે. છેલ્લા એક અઠવાડિયા દરમિયાન જ શેરમાં લગભગ 40 ટકાનો ઉછાળો આવ્યો છે, જ્યારે 2026માં અત્યાર સુધીમાં આ શેરમાં 45 ટકાનો વધારો જોવા મળ્યો છે. આ કંપનીએ રોકાણકારોના પૈસાને 4 ગણા કરી દીધા છે, 7 એપ્રિલ 2025એ આ શેર 183.90 રૂપિયાના પોતાના સૌથી નીચા સ્તર પર હતો પણ હવે તેમાં 305 ટકાનો વધારો જોવા મળ્યો છે. માત્ર 6 મહિનામાં જ કંપનીએ રોકાણકારોને મોટો ફાયદો કરાવ્યો છે.

ક્યારે આવશે કંપનીના પરિણામ?

તાજેત્તરમાં જ એક્સચેન્જ ફાઈલિંગમાં હિન્દુસ્તાન કોપરે જાહેરાત કરી છે કે કંપનીના મેનેજમેન્ટની બેઠક 5 ફેબ્રુઆરી 2026એ થશે. જેમાં અન્ય મુદ્દાઓની સાથે 31 ડિસેમ્બર 2025એ પૂર્ણ થયેલા ક્વાર્ટરનું કંપનીનું અનઓડિટેડ પરિણામ જાહેર કરવામાં આવશે. કંપની રોકાણકારો માટે ડિવિડન્ડની પણ જાહેરાત કરી શકે છે.

કેમ આવી ભાવમાં તેજી?

હિન્દુસ્તાન કોપરના શેરએ બજારમાં ધૂમ મચાવી છે. ત્યારે વીજળી, રિન્યુએબલ એનર્જી, ઈલેક્ટ્રિક વાહનો અને ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં વધતી તાંબાની માગ, માઈનિંગનો વિસ્તાર અને સંસાધનમાં વૃદ્ધિ પર સ્પષ્ટતાને કારણે આ શેરના ભાવમાં તેજી જોવા મળી રહી છે. 

આ પણ વાંચો : Union Budget 2026 :આર્થિક સર્વે 2026 રજૂ, FY27માં ભારતની GDP 7.2% સુધી પહોંચવાની શક્યતા

ડિસ્કલેમર- આ માહિતી માત્ર તમારી જાણકારી માટે છે. શેરબજારમાં કે અન્ય કોઈ જગ્યા પર રોકાણ કરતા પહેલા તમારા ફાયનાન્શિયલ એડવાઈઝરની સલાહ અવશ્ય લેવી.